મદુરાઈથી સોમનાથ જતી સ્પેશિયલ ટ્રેન રાજકોટ પહોંચી : સૌરાષ્ટ્ર તમિલયન લોકોનું ભવ્ય સ્વાગત, ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

  • April 17, 2023 11:49 AM 


સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં ૩૦૦થી વધુ સૌરાષ્ટ્ર તમિલિયન લોકો રાજકોટ રેલવે સ્ટેશન આવી પહોંચતા તેઓનું મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય રમેશ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કલેકટર પ્રભવ જોશી સહિતના મહાનુભાવોએ કાઠીયાવાડી પરંપરા મુજબ તેઓને પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે સૌરાષ્ટ્ર તમિલિયન પ્રવાસી લોકો કોચમાંથી બહાર આવીને જુમ્યા હતા. તેમજ ચાની ચૂસ્કી પણ લગાવી હતી.


મદુરાઈથી ઉપડેલી ખાસ ટ્રેન જ્યારે ગુજરાતમાં પ્રવેશી ત્યારે સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે , અમને ગુજરાતમાં આવી ખૂબ જ આનંદ થયો છે. અમારું ઠેરઠેર લાગણી પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે . તમિલનાડુથી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલા કન્વીનર એ.આર મહાલક્ષ્મીએ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે, અમે અમારા વતન સાથે પુનઃ જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે. જ્યારે તમિલનાડુથી આવેલ શિક્ષક કેશવ તેમજ ધંધાથી સતીશ સહિતના લોકો રાજકોટ રેલવે સ્ટેશન એ તેઓને મળેલ માન સન્માનથી ખુબ ખુશ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application