સુરતના સરથાણામાં સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારતા એરેરાટી વ્યાપી ગઈ છે. બાદમાં પોતે પણ ગળાના ભાગે છરી મારી દીધી હતી. આ ઘટનામાં છરી મારમારની પત્ની અને તેના બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારમાં અંદરો અંદરના મન દુઃખના કારણે બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પારિવારિક મનદુઃખના પગલે બનાવને અંજામ આપ્યો
આ અંગે તપાસ કરતા વિગત મળી છે કે, હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. જેના પગલે રિત રિવાજ મુજબ સ્મિત તેઓના ઘરે બેસવા-ઉઠવા જતો હતો. ત્યારે તેમના કાકાના કુટુંબીજનોને અંદરોઅંદર કંઈક મનદુઃખના કારણે તેઓએ સ્મિત અને તેના પરિવારને અમારા ઘરે આવવું નહીં અને તમારા અમારા કોઈ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. તેનું લાગી આવતા સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech