રામ મંદિરના સાક્ષી સોમનાથ: અભૂતપૂર્વ નાતો

  • December 11, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા ખાતે ભગવાન  શ્રીરામ નુતન  મંદિરમાં  ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા  મહોત્સવ સાક્ષી બની રહ્યા છે ત્યારે સોમનાથ  પ્રભાસપાટણ ભગવાન શ્રીરામ અંગે રસપ્રદ વાતો આ રહી. સોમનાથ  વેરાવળમાં અનેક રામધુન મંડળો હતા જે વહેલી સવારે ચાર વાગ્યે ઢોલ, ઝાંઝ અને  રામધુન  બોલાવતા શેરીઓમાં પ્રભાતફેરી કરતા. એટલું જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં જેમની પ્રેરણાથી વર્ષોથી  અખંડ રામધુન  ચાલે છે તેવા સંત પ્રેમભીક્ષુજી મહારાજ આવા પ્રારંભ પહેલા અત્રે સોમનાથ મંદિર આવ્યા હતા અને  મંદિરમાં રામધુનમાં જાતે ભાગ લઈ પ્રભુમય બન્યા હતા. 



પ્રભાસમાં  ત્રિવેણી સંગમે ભગવાન શ્રીરામ શ્રાધ્ધ તીર્થ  અંગે આવ્યા હોવાથી લોકવાયકા છે અને વર્ષોથી  ભગવાન  શ્રીરામના  ગામ કે યાદ સ્વરૂપે  પ્રભાસમાં રામરાખ ચોક પણ છે. જયારે કોરોના કાળમાં ૫૦થી વધુ માણસો ભેગા થવાની  મનાઈનો  કાયદો હોય તેમ છતાં રામપ્રિતીના  કારણે સરકારની  મર્યાદામાં રહી કોઈપણ જાતના  શ્રોતાઓ વગરની  રામકથા  સંત કથાકાર મોરારીબાપૂએ અહીંના  રામ મંદિર ખાતે દસ દિવસ કરી હતી તેમ પ્રભાસના  ભાસ્કર વૈદ્ય કહે છે. 
અત્રે ભવ્ય સોમનાથ  મંદિરમાં  ભવ્ય નિર્માણ આર્કીટેકટ સ્વ. પ્રભાશંકર સોમપૂરાએ કરેલ છે તેમાંજ  જ ઙ્કરિવારઙ્ગા ચંદ્રકાંત સોમપૂરાએ કરેલ તેમજ  હાલના  નવર્મિત અયોધ્યા રામમંદિનું  આર્કીટેકટ કરેલ છે. સૌથી  મહત્વની  વાત શ્રીરામ જન્મભુમી અંગે સુપ્રીમ કોર્ટમાંજ  જે ચુકાદો આવ્યો તેમાં ટ્રસ્ટ રચના  કરવા જણાવાયું હતું અને  તે ટ્રસ્ટ સોમનાથ  ટ્રસ્ટની  રચનાની  જેમ જ બન્યું. 



સોમનાથ  ટ્રસ્ટના  અધ્યક્ષ છે ભારતના  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી કે જેમના  હાથે  નુતન  રામમંદિર અયોધ્યા ખાતે ભુમીપૂજન  થયું હતું અને  તેમાં  જ  ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના  રોજ મંદિરમાં શ્રીરામ ભગવાનાની  પ્રતિષ્ઠા  થશે. નરેન્દ્ર મોદી  રામ મંદિર અયોધ્યામાં બને  તે માટે ૧૯૯૦માં અડવાણીના  અધ્યક્ષ સ્થાનેથી  નીકળેલી સોમનાથ  અયોધ્યા રથયાત્રામાં સામાન્ય કાર્યકર હતા અને  રથયાત્રા પ્રસંગે સોમનાથ  આવેલા દેશ-વિદેશના  મીડીયાએ સહાયક તરીકે ફરજ સોંપાઈ હતી અને  સભા અંતે આભાર સંદેશા પાઠવ્યું  તેમજ  હાથે થયેલ. પરંતુ રથયાત્રાનું  કાર્ય એવું સુપર્બ  રીતે પર  પાડેલ કે પક્ષની  નજરમાં તેમની  કામગીરીની  નોધ લેવાઈ અને પછી તો રાજ્યના  મુખ્યમંત્રીએ  વડાપ્રધાન  પદ  સુધી પહોંચી ચુકેલ છે અને સુંદર કામગીરી બજાવી રહેલ છે. 



જાણ્યા-અજાણ્યા કોઈ વ્યકિતઓ મળે તેમાં ‘રામ’ઙ્ગું ઙ્ગામ ખાસ લેવાતું 
આકાશવાણી રાજકોટ ઉપરથી  તે સમયે પ્રસારીત થતો ગામનો  ચોરો કાર્યક્રમમાં પ્રારંભ બધાય ભાઈઓને  રામ-રામની  જપતો હતો અને  કાર્યક્રમ અંતે એય... આવજો... સૌને  રામરામ... લોકો વાડી, ચોરા અને  ઘરમાં સાંભળતા પ્રભાસમાં આજે ત્રણ જેટલા અને  વેરાવળ ખાતે બે રામમંદિર છે. વેપારીઓ દુકાન  ખોલવાનો  પ્રારંભ કરતા પહેલા સવારે તેમના  દર્શન  કરી પછી પોતાની  દુકાનો  ખોલતા તે જમાનામાં આ સિસ્ટમ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application