....તો ફાઈનલ રમ્યા વગર જ ગુજરાત બની જશે IPL ચેમ્પિયન !

  • May 28, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ 2023માં ટુર્નામેન્ટની 16મી સીઝન રમાઈ રહી છે. 16મી સિઝન તેના અંત તરફ આવી ગઈ છે અને આ સિઝનની ટુર્નામેન્ટને ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સના રૂપમાં બે ફાઇનલિસ્ટ ટીમો મળી છે. ગુજરાત અને ચેન્નાઈની ટીમોએ સિઝનની લીગ મેચોમાં શાનદાર પર્ફોમન્સ કર્યું હતું. જ્યાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાતે 14 લીગ મેચોમાંથી 10 મેચ પોતાના નામે કરી છે.

ચેન્નઈએ 14માં 8 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન સિઝનની ફાઈનલ દ્વારા, ચેન્નાઈ તેની 10મી ફાઈનલ મેચ રમી રહી છે. જ્યારે, ગુજરાત તેની બીજી સિઝનમાં સતત બીજી ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. IPL 2022 એટલે કે તેની ડેબ્યૂ સિઝનમાં ગુજરાતે ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈનો 15 રને વિજય થયો હતો.

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. જ્યારે, ટોસ સાંજે 7:00 વાગ્યે થશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે.

ફાઈનલ મેચ પહેલા રમાયેલી ક્વોલિફાયર-2 મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો, જેમાં ગુજરાતનો 62 રને વિજય થયો હતો. ગુજરાતે મુંબઈને હરાવીને જ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નાઈએ 1 મેચ જીતી છે. 4 મેચોમાં 3 લીગ અને એક પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચ જીતી હતી, જ્યારે ચેન્નાઈએ પ્લેઓફ જીતી હતી.

ફાઈનલ મેચની શરૂઆત પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમાપન સમારોહ યોજાશે. આ સમારોહ સાંજે 6.00 વાગ્યાથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2023ની ફાઈનલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે, જ્યારે હારનાર એટલે કે રનર અપ ટીમ 13 કરોડ રૂપિયા લઈને ઘરે જશે. પણ હવામાન વિભાગની આગાહીના પગલે જો વરસાદ થયો અને મેચ રદ થયો તો ગુજરાત વિનર બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application