રાપર પેટ્રોલ પંપના કર્મચારીને છરી મારી ૧૨.૭૯ લાખની લૂંટમાં છ શખસો ઝડપાયા

  • December 04, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાપર ટાઉન ખાતે  તા૨૭મી નવેમ્બરના અજાણ્યા ઇસમોએ પેટ્રોલ પંપની આવેલી આવક બેંકમાં ભરવા જતાં બે કર્મચારીઓ પૈકીએકને છરી મારી ૧૨.૭૯લાખની લૂંટ ચલાવવામાં આવી હતી . આ લૂંટમાં પોલીસે સીસીટીવી સહિતની મદદી ભેદ ઉકેલી  છ શખ્સોની ધરપકડ કરી છે . ૧૧,૦૩,૨૧૦ રિકવર  સો ગુનામાં વપરાયેલ બે વાહનો ચાર મોબાઈલ ને કબજે લેવામાં આવ્યા હતા .



રાપરના ત્રંબો રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ પર યેલી સનસનાટી ભરી લૂંટનો ભેદ ઉકેલાતા પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે  યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ફરિયાદી અને ઈજા પામનાર પેટ્રોલ પંપ પરી રોકડ રૂપિયા ૧૨,૭૯,૩૨૦ બેગમાં રાખી રાપર મુકામે બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા . આરોપીએ પૂર્વ આયોજિત કરવાના ઇરાદે ફરિયાદી સાહેદના મોટરસાયકલ નો પીછો કરી આંતરિ વાહન ઊભું રખાવી બેગમાં ભરેલ રોકડ રૂપિયાની લૂંટ કરવા બંને સો ઝપાઝપી કરી હતી. છરી વડે પીઠના ભાગે સાહેદને ઈજા પણ ઈ હતી . આરોપીઓ નાસી જતાં બનાવ અંગે જાણ તાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તેમજ વ્યુમન સોસીસના આધારે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી. . લૂંટને અંજામ આપવાના આવવાના તા જવાના રૂટ તેમજ આજુબાજુના વિસ્તારના સીસીટીવી કુટેજોના બેકઅપ મેળવી સતત એનાલીસિસ તપાસ કરતા આરોપી લૂંટ કરતાં પહેલા પેટ્રોલ પંપની સામે રેકી કરતા જોવા મળ્યા હતા. રેકી કરતા ઈસમને મળવા એકટીવા મોટરસાયકલ ી આવી મળેલ છે.

જે આધારે તેની તપાસ કરી ગણતરીના દિવસોમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ તા મદદગારી કરનારને ઝડપી લૂંટમાં ગયેલ રોકડ મુદ્દા માલ પૈકી ૧૧,૦૩,૨૧૦ રૂપિયા અને લુંટ માં ઉપયોગમાં લેવામાં આવેલ મોટર સાયકલ વાહનો પકડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. લૂંટની કામગીરીમાં ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલસીબી પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચુડાસમા  વગેરે જોડાયા હતા. ઝડપાયેલ આરોપીમાં સુખદેવ રામસંગ કોલી, (ઉ.વ૨૨),રહે-કલ્યાણપર તા.રાપર, કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર (ઉ. વ-૧૭), નિતીન ખોડાભાઈ કોલી (ઉ વ. ૨૭) રહે. મૂળ ગામ ખડતારા વાંઢ ત્રંબો,તા રાપર, ભારૂભાઈ વાલાભાઈ કોલી (ઉ. વ.૫૦)રહે.રતનેશ્વર (કલ્યાણપર)  તા. રાપર, અલ્તાફ ગફુલભાઈ ચૌહાણ (ઉ.વ૨૬) રહે.દુબરીયાવાડી વિસ્તાર રાપર, વિશનભાઇ દેવજીભાઈ મેરિયા(ઉ.વ૨૮) રહે.વોકળા વિસ્તારનો સમાવેશ ાય છે. પોલીસે આગળની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application