ભારે વરસાદથી ઈન્ડિગોની ફ્લાઈટ ફસાઈ, કંપનીએ મુસાફરોને આપ્યો 100% રિફંડ ઓપ્શન

  • July 08, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ઈન્ડિગો ફ્લાઈટ પર વરસાદની અસર


ભારે વરસાદને કારણે આજે એરલાઈન્સ ઈન્ડિગોની ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. લેટેસ્ટ અપડેટ આપતા કંપનીએ કહ્યું છે કે તેની મુંબઈની ફ્લાઈટ્સ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. કંપનીએ અસરગ્રસ્ત ફ્લાઇટના મુસાફરોને સંપૂર્ણ રિફંડ મેળવવા અથવા બીજી ફ્લાઇટમાં ટિકિટ બુક કરવાનો વિકલ્પ આપ્યો છે.


ઈન્ડિગોએ X પર અપડેટ શેર કર્યું


એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું - ભારે વરસાદને કારણે મુંબઈની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. ઇન્ડિગોના મુસાફરો વૈકલ્પિક ફ્લાઇટ પસંદ કરવા અથવા સંપૂર્ણ રિફંડ મેળવવા માટે કંપની દ્વારા આપવામાં આવેલી લિંક પર જઈ શકે છે. કંપનીએ રિફંડ અને વૈકલ્પિક ફ્લાઇટ માટે એક્સ પોસ્ટ સાથે એક લિંક પણ શેર કરી છે.


કંપનીએ પેસેન્જરો માટે ફ્લાઈટ સ્ટેટસ ચેક કરવા માટે લિંક પણ શેર કરી છે. કંપનીનું કહેવું છે કે મુસાફરો કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાય મેળવવા માટે તેની ઓન-ગ્રાઉન્ડ ટીમનો સંપર્ક કરી શકે છે.


મુંબઈમાં ભારે વરસાદ


ચોમાસાને કારણે સમગ્ર દેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું મુંબઈ આજે સવારથી જ ભારે વરસાદની લપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરમાં જનજીવનને ભારે અસર થઈ છે. પરિસ્થિતિને જોતા સરકારે આપત્તિ રાહત દળ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application