શાસ્ત્રી મેદાન પાસે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

  • June 07, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં શાસ્ત્રી મેદાન પાસે સમી સાંજના જાહેરમાં જુગાર રમતા છ શખસોને એ.ડિવિઝન પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી રૂ.10,200 રોકડ કબજે કર્યા હતા.



જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન શાસ્ત્રી મેદાન પાસે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા.જેમાં જાકીર હબીબભાઈ કઈડા(ઉ.વ 24),આરીફ ગુલમહંમદ મીર(ઉ.વ 31),હિરેન રસિકભાઈ આડેસરા(ઉ.વ 30),રિયાઝ અસલમભાઈ કાફી(ઉ.વ 26),સરફરાઝ ઉર્ફે દદુ હુસેનભાઈ શેખ(ઉ.વ 32) અને નિઝામ ઇલમાઇલભાઈ ખિયાણી(ઉ.વ 36) નો સામવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી રૂ.10,200 ની રોકડ કબજે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application