કિયારા અડવાણી સાથેના ફેરાના સવાલ પર શરમાયો સિદ્ધાર્થ મલ્હોત્રા... ગ્રાન્ડ વેડિંગનો વીડિયો થયો વાયરલ

  • January 09, 2023 06:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં અભિનેત્રી અને મોડલ આરતી ક્ષેત્રપાલના ભાઈ લવ બંસલ અને નંદિની ગુપ્તાના લગ્નમાં હાજરી આપી હતી. દિલ્હીમાં આયોજિત આ ભવ્ય લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ગેસ્ટ તરીકે આવ્યો હતો અને તેણે લગ્નના કપલ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. જેનો વીડિયો આરતી ખેત્રપાલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.


દિલ્હીના આ ભવ્ય લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પૂરી રીતે એન્જોય કરતો જોવા મળ્યો હતો. અભિનેતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથેના લગ્ન વિશે પૂછવામાં આવતાં તે શરમાતો જોવા મળે છે.


આ લગ્નમાં અન્ય સ્ટાર્સ પણ સામેલ થયા હતા. તેમાં કરિશ્મા તન્ના, શંકર એહસાન લોય, સોનલ ચૌહાણ, હુસૈન અને રાઘવ સચ્ચર પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application