શ્રી રામ મંદિરમાં 44 દરવાજા પણ પ્રવેશ એક જ દ્વારથી જાણો કેવી રીતે પહોચશો મંદિર સુધી

  • January 02, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
શ્રી રામ જન્મભૂમી અયોધ્યામાં ઘણા વર્ષોની તપસ્યા બાદ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને ભગવાન રામના દિવ્ય સ્વરૂપની એક ઝાંખી માટે સૌ કોઈ તત્પર છે આ ભવ્ય મંદિર 70.5 એકરમાં ફેલાયેલ છે આ  વિશાળ મંદિરમાં 44 દરવાજા હશે. તેમાંથી 18 ગેટ સજ્જ કરવામાં આવશે. તેમાંથી પણ 14 સોનાથી જડેલા હશે. સ્ટોરના ચાર દરવાજા છે, જેને વાર્નિશ કરીને આકર્ષક બનાવવામાં આવ્યા છે.


મંદિરની ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર પરના દરવાજા લાકડાના બનેલા છે, જેને હૈદરાબાદની એક કંપનીએ તૈયાર કર્યા છે. રામ મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે…રામજન્મભૂમિ પથ, ભક્તિ પથ અને રામ પથ.


જો કે  તમામ યાત્રાળુઓને એક જ ગેટથી પ્રવેશ મળશે. જેટલુ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે તેટલી જ ભક્તોની સુવિધાની પણ કાળજી લેવામાં આવી રહી છે.    


ભક્તો કેવી રીતે કરી સકશે દર્શન  

  • નિર્માણ સાથે જોડાયેલા એક એન્જિનિયરે જણાવ્યું કે રામ મંદિર જવા માટે શ્રદ્ધાળુઓએ સુગ્રીવ કિલ્લા સુધી આવવું પડશે. ભક્તોને બિરલા ધર્મશાળાની સામે તૈયાર કરવામાં આવેલા ગેટ દ્વારા સુગ્રીવ કિલ્લામાં પ્રવેશ મળશે.


  •  સનાતન ધર્મના જૂના મંદિરોમાં પ્રવેશદ્વાર થોડા અંતરે બનાવવામાં આવ્યા છે. અહીં પણ જન્મસ્થળની પરિમિતિથી 600 મીટર પહેલાં બિરલા ધર્મશાળાની સામે 35 ફૂટ ઊંચા બે ગેટવે બનાવવામાં આવ્યા છે.


  • ગેટવેમાં પ્રવેશતા જ બંને બાજુ ફૂટપાથ સાથે 75 ફૂટ પહોળો રોડ બનાવવામાં આવ્યો છે. યાત્રાળુઓ આ માર્ગ દ્વારા મંદિર તરફ જશે. આ માર્ગનું માળખું રેતીના પથ્થરથી બનેલું છે, જેના પર 9 કેનોપીઓ બનાવવામાં આવી છે.
    ​​​​​​​
  •  કેનોપી પછી ડાબી બાજુએ 16 કાઉન્ટર્સ સાથે બેગ સ્કેનર્સ છે. અહીંથી તમે સુવિધા કેન્દ્રની સામે પહોંચશો. અહીં તમે બેગેજ કાઉન્ટરની બાજુથી એ જ માર્ગ પર પાછા આવશો અને અમાવા મંદિરની પાછળ પહોંચશો. અહીંથી નીકળ્યા બાદ તમે રામ મંદિરના દર્શન કરી શકશો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application