ફ્લાઇટમાં બબાલ વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. એમાં પણ ઘણા વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક લોકો ઊંચાઈથી ડરતા હોય છે અને ફ્લાઇટ ઉપડ્યા પછી તેમનો ડર ગભરાટમાં ફેરવાઈ જાય છે. ત્યારે કેટલાક લોકો સીટને લઈને બબાલ કરતા પણ જોવા મળે છે.
તાજેતરમાં જ સામે આવેલ એક મામલે એ ત્યારે હદ વટાવી જ્યારે ફ્લાઈટનું જૂના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જૂ માથા પર થતા કીડાઓ છે, જે મનુષ્યના માથાના વાળમાં રહે છે. શું તમે કલ્પના કરી શકો છો કે આ નાના કીડાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવું પડે ?
આ છે સમગ્ર મામલો
એક અંગ્રેજી અખબાર અનુસાર, ફ્લાઇટ પેસેન્જર એથન જુડલ્સને ટીકટોક પર પોતાનો અનુભવ શેર કર્યો. તે કહે છે કે, અમારી ફ્લાઈટ લોસ એન્જલસથી ન્યૂયોર્ક જવાની હતી, પરંતુ અચાનક તેનું ફોનિક્સમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. મને સમજાયું નહીં કે આવું શા માટે કરવામાં આવ્યું.
જુડલ્સને કહ્યું કે, તેણે આસપાસ જોયું અને કોઈ ગભરાયેલું નહતું. અમે ઉતર્યા કે તરત જ સામે બેઠેલી મહિલા કૂદી પડી અને પ્લેનના આગળના ભાગ તરફ દોડી. એવું લાગતું હતું કે તે પ્લેનમાંથી સૌ પ્રથમ ઉતરવા માંગે છે.
એક જૂના કારણે ફ્લાઇટ 12 કલાક મોડી પડી
પરિસ્થિતિ વધુ વિકટ ત્યારે બની જ્યારે મુસાફરોને કહેવામાં આવ્યું કે, તેઓ 12 કલાકના વિલંબનો સામનો કરવો પડશે. એરલાઈને તમામ મુસાફરોને હોટલ વાઉચર આપ્યા હતા. જુડેલસનને આશ્ચર્ય થયું કે શું તેઓ ફોનિક્સમાં અનિશ્ચિત સમય માટે અટવાઈ ગયા છે. અમેરિકન એરલાઈન્સે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે, મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
પાછળથી ખબર પડી કે આ ઈમરજન્સી લેન્ડિંગનું સાચું કારણ જૂ હતું. જુડલ્સને અન્ય મુસાફરોને ચર્ચા કરતા સાંભળ્યા કે મહિલાના વાળમાં જૂ જોવા મળ્યા હતા, જેના કારણે તે ઉતરાણ કરી હતી. આ અસામાન્ય વિક્ષેપ છતાં, મુસાફરો આખરે ન્યુ યોર્ક માટે રવાના થયા, જો કે, જૂના કારણે મુસાફરોનો સમય બરબાદ થયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMઆપણે આપણી ધીરજ ગુમાવી દીધી છે, પરપ્રાંતિય મજૂરોને રેશન કાર્ડ આપવામાં વિલંબ પર SC ની ફટકાર
October 05, 2024 05:04 PMઆખરે, પાકિસ્તાને એવું શું કર્યું કે તેણે સડકો પર તૈનાત કરવી પડી સેના
October 05, 2024 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech