શહેરના જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં રહેતા ૨૦ વર્ષીય કોલેજીયન યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના મોબાઈલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તે ઓનલાઈન ગેમમાં મોટી રકમ ગુમાવી દેતા આ પગલું ભયુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે આજરોજ એસીપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, યુવાનનો મોબાઇલ કબજે લેવામાં આવ્યો છે અને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જેમાં યુવાન કઇ વેબસાઈટ કે એપ્લિકેશન મારફત આ રકમ હારી ગયો છે તે અંગે તપાસ કરવામાં આવશે.
જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્ના રામાકાંતભાઈ પંડિત (ઉ.વ ૨૦) નામના કોલેજીયન યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બહારથી માતા અને બહેને આવી પુત્રને લટકતો જોઈએ સ્તબ્ધ થઈ ગયા હતા.૧૦૮ ના સ્ટાફે આવી યુવાનને મૃત જાહેર કર્યેા હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાન એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રથમ યુવાનના આપઘાતના કારણ અંગે કોઈ વિગતો જાણવા મળી શકતી ન હતી પરંતુ પોલીસે મોબાઈલ કબજે લઈ ચેક કરતા આપઘાતનું ચોંકાવના કારણ સામે આવ્યું હતું. કોલેજીયન વિધાર્થી ક્રિષ્નાએ આપઘાત કરતા પૂર્વે મોબાઇલમાં એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે ઈંગ્લીશમાં લખ્યું હતું કે, હત્પં આપઘાત કરી રહ્યો છું કારણ કે મેં બધા જ નાણા ઓનલાઈન ગેમીંગ એપમાં આવતી સ્ટેક નામની જુગારમાં ગુમાવી દીધા છે. તેમજ માતા પિતાની માફી માંગતા લખ્યું હતું કે, સ્ટેક જેવી બેટિંગ સાઈટ પર તેણે બધું જ ગુમાવી દીધું છે. મારા આ નિર્ણય માટે કોઈપણ વ્યકિત જવાબદાર નથી માત્રને માત્ર હત્પં જવાબદાર છું. જુગારનું વ્યસન વ્યકિતને અંદરથી ખાલી કરી દે છે જુગાર છોડાવવા મિત્રોએ પ્રયાસ કર્યા હતા પરંતુ હત્પં જુગારની લત છોડી શકયો ન હતો. બહેનનું ધ્યાન રાખજો તે કોઈ ખોટું પગલું ન ભરે.
ઓનલાઇન ગેમિંગ એપ.માં મોટી રકમ ગુમાવતા આપઘાતના આ પ્રકરણને લઇ આજરોજ એસીપી રાધિકા ભરાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ દ્રારા હાલ યુવાનનો મોબાઇલ ફોન કબજે લેવામાં આવ્યો છે અને તેને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. યુવાન કઈ વેબસાઈટ અને એપ્લિકેશનમાં ઓનલાઇન જુગાર રમતો હતો તે અંગેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે તેમજ યુવાનના પરિવારજનોનું પણ નિવેદન લેવામાં આવશે. તેવું એસીપીએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech