સાનિયા મિર્ઝા સાથેના સંબંધનો અંત લાવી શોએબ મલિકે કર્યા સના જાવેદ સાથે લગ્ન, જૂઓ તસવીરો

  • January 20, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શનિવારે સવારે તેમણે લગ્નની બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે શોએબ મલિકે લગ્ન કર્યા છે. નોંધનીય છે કે, શોએબે પહેલા ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય પહેલા તેમના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા. ત્યારે હવે શોએબ મલિકના લગ્નના સમાચાર સામે આવ્યા છે.


આપને જણાવી દઇએ કે, બે દિવસ પહેલા જ સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, છૂટાછેડા ખૂબ મુશ્કેલ છે અને લગ્ન પણ ખૂબ મુશ્કેલ છે. પછી એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અફવાઓ ચાલી રહી હતી કે બંને વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ અલગ થઈ શકે છે, જેની હવે પુષ્ટિ થઈ ગઈ છે.


તમને જણાવી દઈએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ થયા હતા. આ સમયે ઘણો વિવાદ પણ થયો હતો. બંનેના લગ્ન હૈદરાબાદમાં થયા હતા અને વર્ષ 2018માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. પરંતુ કોરોના બાદ બંને વચ્ચે તણાવ સર્જાયો હતો અને બંને અલગ-અલગ રહેતા હતા. જોકે થોડા સમય પહેલા સાનિયા અને શોએબે એક પાકિસ્તાની શો પણ સાથે હોસ્ટ કર્યો હતો.


41 વર્ષના પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે તેમના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેના દ્રારા તેમણે જાણકારી આપી છે કે તેમણે સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. સના જાવેદ એક પાકિસ્તાની ટીવી અભિનેત્રી છે અને આ તેના બીજા લગ્ન પણ છે. સના જાવેદ પહેલા પાકિસ્તાની સિંગર ઉમર જસવાલ સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ હવે તેણે શોએબ મલિક સાથે લગ્ન કરી લીધા છે. મહત્વની વાત એ પણ છે કે સના જાવેદ અને ઉમર જસવાલે ઈન્સ્ટાગ્રામ પરથી તેમના તમામ જૂના ફોટા પણ ડિલીટ કરી દીધા છે. સનાના પહેલા લગ્ન વર્ષ 2020માં થયા હતા, જ્યારે હવે તેના બીજા લગ્ન પૂર્વ ક્રિકેટર શોએબ મલિક સાથે થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application