શિપિંગ કંપની યુનાઈટેડ સીપર્સ લી. વિરૂઘ્ધ ઓવરટાઈમની રકમ રૂા.૪, ૮૪, ૬૧,૮૫૫ મેળવવા માટે કરાયેલ ૧૮ રિક્વરી કેસ ના મંજૂર કરતી મજૂર અદાલત...

  • October 06, 2023 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિપિંગ કંપની યુનાઈટેડ સીપર્સ લી. વિરૂઘ્ધ ઓવરટાઈમની રકમ રૂા.૪, ૮૪, ૬૧,૮૫૫ મેળવવા માટે કરાયેલ ૧૮ રિક્વરી કેસ ના મંજૂર કરતી મજૂર અદાલત...

આ અંગેની ટૂંકમાં હકીકત એમ છે કે, જામનગરની જાણીતી શિંપીગ કંપની યુનાઈટેડ શિપર્સ લી. વિરૂધ્ધ તેના કામદારો તથા કોન્ટ્રાકટરના કામદારોએ તેઓ પાસે યુનાઈટેડ શિપર્સ લી.માં ચાલતી બે પાળીઓ(બે સીટ)માં દરરોજ ૧૨-૧૨ કલાક કામ લેવડાવવામાં આવેલ છે અને તેના બદલામાં ફકત ૮ કલાકના વેતન લેખે તેઓને પગાર ચુકવવામાં આવેલ છે, તેમ જણાવેલ દ૨૨ોજ કરેલ કહેવાતા ૪ કલાકના ઓવરટાઈમની રકમ મેળવવા માટે તેઓના યુનીયન મારફત નામદાર મજુર અદાલતે જામનગર સમક્ષ ઔધોગીક વિવાદ અધિનીયમની કલમ-૩૩(સી)(૨) હેઠળ રીકવરી અરજીઓ સને-૨૦૧૮-૧૯ના અરસામાં દાખલ કરેલ હતી, જેમાં વિશાલ મકવાણાએ રકમ રૂા. ૩૨,૨૧, ૨૦૦−, નિલેશ કટારીયાએ રૂ।. ૩૬,૯૨,૩૪૦/-, જયદેવસિંહ ગોહીલે તથા જાવીદ ખીરાએ રૂા. ૧૦,૨૦,૭૭૫, બિલાલ ગંઢારે રૂા. ૫૨,૦૦,૩૯૨/– તેમ કુલ ૧૮ કામદારોએ જુદી—જુદી ઓવર ટાઈમના ૨કમની કુલ રકમ રૂા.૪,૮૪,૬૧,૮૫૫ – મેળવવા માટેના કેસો કરવામાં આવેલ હતા.

જે ૧૮ કેસોમાં સામાવાળા સંસ્થા યુએસએલ તરફે વિગતવાર જવાબ ૨જુ કરવામાં આવેલ હતો અને અરજદારો તરફે રજુ કરવામાં આવેલ પુરાવાઓની ઉલટ તપાસ કરવામાં આવેલ હતી. સામાવાળા તરફે વકીલ જયેશ પરમાર ઘ્વારા કાયદાની મહત્વની તકરારો પર ભાર પૂર્વકની દલીલો નામદાર કોર્ટ સમક્ષ ક૨વામાં આવેલ હતી અને જણાવવામાં આવેલ કે, હાલની રીકવરી અરજીઓ લાવવા માટે અરજદારો કામદારોની તરફેણમાં Pre-Existing Right રહેલ નથી જેથી આ અ૨જીઓ Bad in Law છે તથા અરજદારો ઘ્વારા કરવામાં આવેલ કેસો Abuse of Process of Law સમાન છે, માટે આ તમામ કેસો ૨દ કરવા અરજ કરવામાં આવેલ હતી તથા તેને લગત નામદાર સર્વોચ્ચ અદાલતના તથા નામદાર ગુજરાત અદાલતના જુદાજુદા ચુકાદાઓ ૨જુ ક૨વામાં આવેલ હતા. જે ૧૮ કેસોમાં સામાવાળા દ્વારા કરવામાં આવેલ દલીલો, રેકર્ડ પરની હકીકતો વગેરે ઘ્યાને લઈને નામદાર મજુર અદાલત-જામનગરના ન્યાયાધિશ સાહેબશ્રી ટી. જે. પટેલ સાહેબશ્રી ઘ્વારા ૧૮ કેસો નામંજુ૨ એટલે કે ૨૬ ક૨વાનો હુકમ ક૨વામાં આવેલ છે.
​​​​​​​

આ કેસમાં યુનાઈટેડ શિપર્સ લિમિટેડ તરફે વકીલ જયેશ ડી. ૫૨મા૨ તથા હમીદ દેદા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application