પઠાણ બાદ શાહરૂખ ખાનની વર્ષની બીજી ફિલ્મ જવાનની રિલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની રિલીઝ પહેલા જ આ ફિલ્મે જોરદાર કમાણી શરૂ કરી દીધી છે.
રિપોર્ટ અનુસાર, કંપનીએ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં જવાનના થિયેટ્રિકલ રાઇટ્સ ખરીદ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રાઈટ્સ 150 કરોડ રૂપિયામાં વેચાયા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સામે નયનતારા જોવા મળશે અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિની પણ ખાસ ભૂમિકા છે.
ગયા મહિને જવાનના ઓટીટી રાઇટ્સ વેચાયાના સમાચાર પણ સામે આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે OTT અને મ્યુઝિક રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચાયા છે. એટલે કે આ હિસાબે OTT અને થિયેટર રાઈટ્સની રિલીઝ પહેલા જ જવાનના મેકર્સના ખાતામાં 400 કરોડ રૂપિયા આવી ગયા છે. તે મુજબ જવાને સની દેઓલની ગદર 2 રિલીઝ પહેલા જ માત આપી દીધી છે. ગદરે બોક્સ ઓફિસ પર 9 દિવસમાં 336 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે સની દેઓલની ફિલ્મની કમાણી હજુ ચાલુ છે અને ફિલ્મના OTT રાઈટ્સ હજુ વેચવાના બાકી છે.
જવાન શાહરૂખ ખાનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. અને આ પહેલા શાહરૂખની કોઈપણ ફિલ્મ પર આટલા પૈસા ખર્ચવામાં આવ્યા નથી. તેની કારકિર્દીમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પઠાણનું બજેટ લગભગ 225 કરોડ હતું. જો કે શાહરુખના દરેક ફેન જવાનની રાહ જોઈ રહ્યા છે. તેના બે ગીતો, ટીઝર અને પ્રિવ્યુ વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech