શહેરના ગોંડલ રોડ પર બરકતીનગરમાં રહેતાં અને કપડા ધોકાવના સાબુની એજન્સી ચલાવતાં વેપારી યુવાન સાથે તેના જ સમાજના એક યુવાન સહિતની ટોળકીએ તેર લાખની ઠગાઇ કરી છે. ભરૂચનો શખ્સ સહિતના મળી બ્લોક ઓરા નામની કંપની ખોલી તેનો ટીબીએસી નામનો કોઇન લોન્ચ કરશે અને લિસ્ટીંગ પહેલા રોકાણ કરવાથી રોજના ચાર હજાર અને ચારસો દિવસમાં ત્રણ ગણા રૂપિયા મળશે તેવી લાલચ આપી આઇડી ખોલી તેમાં વોલેટમાં કોઇન બતાવી દીધા હતાં. પરંતુ વેપારી કોઇન વેંચી ન શકતાં અને વિડ્રો પણ ન થતાં ઠગાઇ થયાની ખબર પડી હતી. આ ટોળકીએ સોૈરાષ્ટ્રના જ બીજા ૧૪ જેટલા લોકો સાથે આશરે પોણા કરોડની ઠગાઇ કર્યાની વિગતો ખુલી છે. આમ, રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના નામે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બે ગઠિયાએ રોજ 4 હજાર અને 40 દિવસમાં ત્રણ ગણા રૂપિયા મળશે એવી લાલચ આપી ડોક્ટર, બેંકકર્મી સહિત અનેક લોકોને પોતાના જાંચામાં લઈ 5 કરોડ પડાવી લીધા છે.
૪ લાખનું રોકાણ કરે તો રોજના ૪ હજાર વળતર મળે
મળતી વિગત મુજબ, છેતરપિંડીના આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલ રોડ પર બરકતીનગર સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટ સામે રહેતાં મોહસીનભાઇ મુલતાનીની ફરિયાદ પરથી ભરૂચના અંકલેશ્વરના ફિરોઝ દિલાવરભાઇ મુલતાની, અઝરૂદ્દીન સતારભાઇ મુલતાની અને નિતીન જગત્યાની, અમિત મનુભાઇ મુલતાની તથા મક્સુદ સૈદય સામે ગુનો નોંધ્યો છે. મોહસીન ઓનેસ્ટ સેલ્સ એજન્સી નામે કપડા ધોવાના સાબુની એજન્સી ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, હું ત્રણેક વર્ષ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએ અમારા સમાજના અમિત મુલતાનીને મળ્યો હતો. આ સમયે ધંધા અંગે વાતચીત થતાં તેણે મને કહ્યું કે હમણા ક્રિપ્ટો કરન્સી બહુ ચાલે છે. ફિરોઝ મુલતાનીએ એક કોઇન બનાવ્યો છે જે લિસ્ટીંગ થશે, એટલે જબરા રૂપિયા મળશે. અત્યારે કોઈ આ કોઇનમાં ૪ લાખનું રોકાણ કરે તો રોજના ૪ હજાર વળતર મળે તેમ છે અને 400 દિવસે જેટલા રૂપિયા રોક્યા હોય તેની સામે ત્રણ ગણા રૂપિયા મળે છે.
ક્રિપ્ટો કરન્સીમાં અમે બ્લોક ઓરા નામની કંપની બનાવી છે
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, અમિતની આ વાત સાંભળી મેં તેને આ બાબતે વધુ પૂછતાં તેણે કહ્યું કે, ક્રિપ્ટો કોઇન અંગે લીંબડીમાં આપણા સમાજનું સંમેલન થવાનું છે. જેમાં ફિરોઝ મુલતાની અને તેની ટીમ આવશે અને કોઈન બબાતે સમજાવશે, તું પણ આવજે. આ પછી હું અને અમારા સમાજના ઘણા માણસો લીંબડી ગયા હતાં. ત્યાં ફિરોઝ મુલતાની, નિતીન જગત્યાની, અમિત મુલતાની અને અઝરૂદ્દીન મુલતાની તથા મકસુદ સૈયદ હાજર હતાં. આ બધાએ પોતાનો પરિચય આપ્યો હતો અને સમજાવ્યું હતું કે, ક્રિપ્ટો કરન્સીમાં અમે બ્લોક ઓરા નામની કંપની બનાવી છે. અમે ટીબીએસી નામનો કોઈન લોન્ચ કરવાના છીએ. તે લિસ્ટીંગ થાય એ પહેલા જ તમે રોકાણ કરશો તો ખૂબ મોટો ફાયદો થશે.
મેં કુલ ૧૩ લાખનું રોકાણ કર્યું હતું
આ પછી મેં અને બીજા લોકોએ રોકાણ કર્યુ હતું. આ રકમ અમિત મુલતાનીને આપી હતી. જેમાં મેં પહેલા આઇડી માટે ૪,૨૫,૦૦૦, બીજી આઇડી માટે ૪,૨૫,૦૦૦ તથા ત્રીજી આઇડી માટે ૪,૫૦,૦૦૦ મળી કુલ ૧૩ લાખનું રોકાણ કર્યું હતું. આ રકમ અમિત મારી એજન્સી ખાતેથી આવીને લઈ ગયો હતો. આ પછી મને ગૂગલ પર વેબસાઇટમાં ત્રણ આઇડી બતાવતી હતી. જેમાં મેં રોકેલી રકમ સામે ટીબીએસી કોઇન ટ્રસ્ટ વોલેટમાં જમા બતાવતા હતાં. પરંતુ એ રકમ વિડ્રો કરવા પ્રયાસ કરતાં થતી ન હોય અમિતને મળીને વાત કરતાં તેણે કહ્યું કે, તમે જે રોકાણ કર્યું છે તેના કરતાં વધુ રૂપિયા મળશે જ. પરંતુ આજ સુધી મને મારા ૧૩ લાખના રોકાણ સામે કંઇ નફો મળ્યો નથી કે મારા ૧૩ લાખ પણ મને પાછા અપાયા નથી.
સૌરાષ્ટ્રના બીજા લોકોને પણ કોઇનમાં રોકાણના નામે છેતરી લીધા
મેં તપાસ કરતાં ખબર પડી હતી કે, આ લોકોએ મારી જેમ સૌરાષ્ટ્રના બીજા લોકોને પણ કોઇનમાં રોકાણના નામે છેતરી લીધા છે. ઓરા બ્લોક કંપનીમાં રોકાણ સામે મને જે કોઇન મળ્યા છે તે વેંચી શકાતા નથી કે વિડ્રો પણ થતાં નથી. આ બધાએ ભેગા મળી ખોટો કોઇન બનાવ્યો હોય તેમજ લિસ્ટીંગ પણ કર્યુ ન હોય છેતરપિંડી થયાની ખબર પડી હતી. મારી જેમ બીજા અનેક લોકો પણ છેતરાયા છે. જેમાં રાજકોટના જ ૧૪ જેટલા લોકોએ 70 થી 80 લાખ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસે આ ટોળકી અગે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્ની બન્યા કેનેડાના 24મા વડાપ્રધાન
March 14, 2025 11:37 PMઇરાકમાં ખૂંખાર આતંકવાદી ઠાર, ઇરાકના પ્રધાનમંત્રીએ IS અબુ ખદીજાના મોતની કરી પુષ્ટિ
March 14, 2025 11:35 PMUS Car Accident: ટેક્સાસના ઓસ્ટિનમાં ભયાનક માર્ગ અકસ્માત, 5ના મોત, 11 ઘાયલ
March 14, 2025 11:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech