અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્ની બન્યા કેનેડાના 24મા વડાપ્રધાન

  • March 14, 2025 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના નવનિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્નીએ શુક્રવારે શપથ ગ્રહણ કરી દેશના 24મા વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું. તેઓએ 2015 થી સતત દસ વર્ષ સુધી કેનેડાના વડાપ્રધાન રહેલા જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે. કાર્ની હવે એવા સમયે પદગ્રહણ કરી રહ્યા છે જ્યારે કેનેડા-અમેરિકા સંબંધોમાં તણાવ વધી રહ્યો છે, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના પુનઃસત્તા ગહન પછી.


માર્ક કાર્નીનો રાજકીય અને દુનિયામાં ગજબનો અનુભવ છે. તેઓએ 2008 થી બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે દેશને વૈશ્વિક આર્થિક સંકટમાંથી ઉગારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2013માં તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટિશ ગવર્નર બન્યા હતા અને બ્રેક્ઝિટ દરમિયાન અર્થતંત્રને સ્થિર રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.


વડા પ્રધાન તરીકે કાર્ની માટે સૌથી મોટો પડકાર અમેરિકા સાથે તણાવગ્રસ્ત સંબંધો સુધારવાનો રહેશે. ટ્રમ્પની શાસનશૈલી અને નીતિઓથી કેનેડાના વેપાર અને રાજકીય સંબંધો અસર પામ્યા છે. કાર્ની ઓટાવામાં નવી નીતિઓ અમલમાં મૂકીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application