જામજોધપુરના ઈસમને તાંત્રીક વીધી કરી રૂપિયા ઠગનાર આરોપીને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ કોર્ટ 

  • September 19, 2023 02:54 PM 

જામજોધપુરના ઈસમને તાંત્રીક વીધી કરી રૂપિયા ઠગનાર આરોપીને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ કોર્ટ 

આ કેસની ટૂંકી વીગત એવી છે કે, આરોપી અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઈ સુલેમાનભાઈ એ જામજોઘપુરના વતનીને તાંત્રીક વીધી કરી રૂપીયા બનાવી આપશે એમ કરી વીશ્વાસમાં લઈ અને તેમના જામનગર દીકરાના ઘરે આવેલ અને ફરીયાદીને જણાવેલ કે કલ્યાણપુરમાં તમારા ખેતરમાં તમને સોનાનો ધડો મળશે તેવી ખાત્રી આપી વિશ્વાસમાં લઈ અને તેમના ઘરે તાંત્રીક વીધી કરી અને એક હાંડો આપેલ અને તેમને પુછયા વગર ન ખોલવાનું જણાવેલ અને પછી ફરીયાદી તથા તેમના દીકરાને ફોન કરી જણાવેલ કે, હવે તમે આ મે કરાવેલ તાંત્રીક વીધીના રૂપીયા આપશો તો જ તમારું કામ આગળ વધશે નહી તો તમારું કોઈ કામ થશે નહી અને તમારા પરીવારનું ધનોધ-પનોત નીકળી જશે. 

તેમ જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસેથી કટકે-કટકે આંગળીયા પેઢી મારફતે આશરે ૧૦,૦૦,૦૦૦/- અંકે દસ લાખ પુરા/- જેટલા રૂપિયા પડાવી લઈ બાદ સદરહું બનાવના દસેક દીવસ બાદ ફરીયાદીએ આરોપીને ઘડો ખોલવા બાબતે વાત કરતા આરોપીએ તમારી વીધીમાં હજુ વિઘ્ન આવે છે જેથી અત્યારે ધડો ખોલતા નહી તેમ જણાવી બાદ સદરહું બનાવના પાંચેક દિવસ બાદ ફરીયાદીએ આરોપી ફરીયાદીનો ફોન ન ઉપાડી ફરીયાદીનો ફોન બ્લેક લીસ્ટમાં નાખી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલની ફરીયાદ આપતા શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ– ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૩૮૬, ૫૦૬ (૨) મુજબ જામનગર શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી. 

જે ગુન્હાના કામે અનવર ઉર્ફે અઘરબાપુ અબુભાઈ સુલેમાનભાઈની ધરપકડ થયેલ. જે જામીન અરજીના અનુસંધાને આરોપીના વકીલ અશોક એચ.જોશીની દલીલોને માન્ય રાખી આરોપી જામનગરના એડી.સેસન્સ કોર્ટ દવારા અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઈ સુલેમાનભાઈને જામીન પર મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે. 

આ કેસમાં આરોપી અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઈ સુલેમાનભાઈના જાણીતા વકીલ અશોક એચ.જોશી રોકાયેલ હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application