જુઓ જામનગર મહાનગરપાલિકા અંગે શું મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું..

  • July 15, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર કચેરી ત્યારબાદ જિલ્લા પોલીસવડાની કચેરી અને હવે જામનગર મહાનગર પાલિકાની કચેરીના 100 મીટરના વિસ્તારોમાં ઉપવાસ, ધરણા, રેલી કે સરઘસ જેવા આંદોલન પર પ્રતિબંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


જામનગર અધિક કલેકટર બી.એન.ખેર દ્વારા આજે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ કોઈપણ પ્રકારની રેલી, ધરણા કે સરઘસ જેવા આંદોલન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


જ્યારે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ તારીખ 15/7/2023 થી લઇ અમલમાં લેવાનું છે. જેમાં મહત્વનું છે કે અલગ અલગ સંસ્થાઓ અને અલગ અલગ ડેલીગેટ દ્વારા આ પ્રકારે ધરણા અને આંદોલનો કરવામાં આવતા હોય છે અને જેના કારણે કચેરીઓમાં મોટા અવાજે સૂત્રોચાર કરવામાં આવતા હોવાથી કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઊભા થતા હોય છે. તેથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application