કેરળ બ્લાસ્ટ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ, ચર્ચ, મેટ્રો સ્ટેશન સહિત અનેક જગ્યાએ સુરક્ષા વધારાઈ

  • October 29, 2023 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળના એક કન્વેન્શન સેન્ટરમાં આજના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં ચર્ચ અને મેટ્રો સ્ટેશનની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુખ્ય બજારો, ચર્ચો, મેટ્રો સ્ટેશન, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે.


પોલીસ અધિકારીએ કહ્યું, 'પોલીસ ટીમોને ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સરહદે આવેલા વિસ્તારોમાં નાકાબંધી કરવા માટે જાણ કરવામાં આવી છે. સાદા પોશાકના પોલીસકર્મીઓ, મોટરસાયકલ સવારો અને પીસીઆરને એલર્ટ રહેવા અને મળેલી કોઈપણ માહિતીની અવગણના ન કરવા કહેવામાં આવ્યું છે.


અધિકારીએ કહ્યું કે અમે પહેલાથી જ ભીડવાળા બજારો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કેરળના કલામસેરીમાં આજે સવારે એક કન્વેન્શન સેન્ટરમાં થયેલા વિસ્ફોટમાં એક મહિલાનું મોત થયું હતું અને 36 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કેન્દ્રીય એજન્સીઓના સતત સંપર્કમાં છે.


નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે કેરળ મુદ્દે વાત કરી હતી. વાતચીત દરમિયાન, તેમણે ઘટનાસ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ સિવાય અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરી છે. બ્લાસ્ટ વખતે લગભગ 2500 લોકો ત્યાં હાજર હતા. વિસ્ફોટમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 35 લોકો ઘાયલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application