વડાપ્રધાન મોદીની મુલાકાત ને લઇ બંને એરપોર્ટ ઉપર સુરક્ષા કવચ:એસ.પી.જી.ની ટીમ તૈનાત

  • July 25, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેટા.. સુરક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓ,પોલીસ અને વહીવટી તંત્ર ની મેરેથોન બેઠક: આવતીકાલથી એરપોર્ટ પર માત્ર ઓપરેશનલ ટીમ જ કાર્યરત રહેશે:સી.સી.ટી.વી. પર સ્પેશિયલ કમાન્ડોની વોચ



રાજકોટમાં વડાપ્રધાનના આગમનને લઈને બંને એરપોર્ટ પર એસ પી જી સ્પેશિયલ પ્રોટેક્શન ટુકડીઓએ હવાલો સંભાળી લીધો છે. વડાપ્રધાન ની સુરક્ષા ને ધ્યાને લઈને સુરક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે સી આઈ એસ એફ ના ડી આઈ જી અને આઈ જી સહિત ઉચ્ચ અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા છે.



રાજકોટમાં પીએમ ની સિક્યુરિટીને લઈને એસપીજીએ સતર્ક હવાલો સંભાળ્યો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરવા માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલામતીને જેને લઈને એસપીજીના ઓફિસરો તથા ટીમ રાજકોટ આગમન કરી ચૂકી છે .પીએમ ની મુલાકાત ના તમામ સ્થળો પર વિઝીટ સાથે સિક્યુરિટી ના સાધનો વ્યવસ્થાની દેખભાળ એસપીજી દ્વારા આરંભ કરવામાં આવી છે .



આજે સીએસએફ પોલીસ તેમજ અન્ય સિક્યુરિટી એજન્સી અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ ખાતે મહત્વની બેઠક મળી હોવાનું જાણવા મળે છે. પીએમ ની સિક્યુરિટી ને લઈને બંને એરપોર્ટ ની કમાન પણ એસપીજીએ સંભાળી લીધી છે આવતીકાલથી રાજકોટના વર્તમાન એરપોર્ટ પર એસપીજી તહેનાત થશે .એરપોર્ટનું સુરક્ષા કવચ એસપીજીના હાથમાં રહેશે. લોકલ પોલીસ તેમજ સીઆઇએસએફ સહિતની એજન્સીઓ પણ એસપીજી સાથે રહીને સુરક્ષામાં ક્યાંય ચૂક ના રહી જાય તે માટે તમામ સ્તરે એક્ટિવ રહેશે. એરપોર્ટ પરના સીસીટીવી પર પણ એસપીજીની તીસરી આંખ રહેશે.


જાણવા મળ્યા મુજબ રાજકોટનું વર્તમાન એરપોર્ટ અને હિરાસર ના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરફોર્સના જવાનોએ મોરચો સંભાળી તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનના આ પ્રોગ્રામને લઈને બંને એરપોર્ટ કાર્યરત રહેવાના હોવાના પગલે માત્ર ઓપરેશનલ ટીમ હાજર રહે છે જ્યારે અન્ય યુનિટોના સ્ટાફને વહીવટી કામ માટે રોકવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application