"વિકાસની માત્ર વાતો કરો છો" કહી સ્ટેજ પર જ મહિલા સરપંચે મુખ્ય મંત્રીને પહેરાવી દીધો દુપટ્ટો !

  • May 16, 2023 08:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણાના સિરસામાં સીએમ મનોહર લાલ ખટ્ટરની જાહેરસભામાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. અહીં એક મહિલા સરપંચે તેમની ફરિયાદ ન સાંભળવા બદલ સીએમ ખટ્ટરની સામે પોતાનો દુપટ્ટો ફેંકી દીધો હતો. જે બાદ હોબાળો મચી ગયો હતો. 

 સીએમ ખટ્ટર સિરસાના રાનિયા વિધાનસભા ક્ષેત્રમાં જન સંવાદ કાર્યક્રમ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા સરપંચ નૈના જોરાડ સ્ટેજ પર ચઢી ગયા અને સીએમને કહ્યું કે તેમના ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ સ્ટાફ નથી. 25 કિમીની અંદર કોઈ કોલેજ નથી. ભાજપ સરકાર 'બેટી બચાવો-બેટી પઢાવો' ના નારા આપે છે, પરંતુ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે.

મહિલા સરપંચે સીએમને કહ્યું કે તેમને ખુશી છે કે સરકારે આ વખતે સરપંચની ચૂંટણીમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપી છે. જેનો ફાયદો એ થયો કે અમે લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ સરપંચ બન્યા પછી તરત જ તેમના પતિ પર જીવલેણ હુમલો થયો. તેમણે કહ્યું કે અમે ચૂંટણી લડીને કોઈ ગુનો કર્યો નથી. આ દરમિયાન જ્યારે મહિલા બોલી રહી હતી ત્યારે સીએમ મહિલાને બોલતા અટકાવતા જોવા મળ્યા અને કહ્યું કે અમે અલગથી વાત કરી શકીએ છીએ.


આના પર મહિલા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે ભારતની મહિલાનું સન્માન દુભાય છે, કોઈ સાંભળતું નથી અને આવું કહીને તેણે સીએમ મનોહર લાલની સામે તેનો દુપટ્ટો ઉતારી દીધો અને સીએમ પર ફેંકી દીધો. બાદમાં મહિલા સરપંચને પોલીસે કસ્ટડીમાં લીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application