સૌરાષ્ટ્ર યુનિ.ના અમુલ પાર્લરમાં જીવાત અને ફૂગ વાળા પફનું વેંચાણ, વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં 

  • February 17, 2023 12:23 AM 

રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિ. કાયમ કોઈને કોઈ ચર્ચામાં રહે છે. ત્યારે આ સૌરાષ્ટ્ર યુનિ.માં આવેલા અમુલ પાર્લરમાં વિદ્યાર્થીઓને કેટલું આરોગ્યપ્રદ નાસ્તો મળે છે તે અહીં સાબિત થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુલ પાર્લરનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં વિદ્યાર્થીઓને ફૂગ અને જીવાત વાળો પફ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. 


જાણવા મળતી વિગત અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુલ પાર્લરમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા નાસ્તાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પફમાં ફૂગ તેમજ જીવાત જોવા મળી રહી છે. જીવાત અને ફૂગ જોતા જ વિદ્યાર્થીઓએ વિડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો. વિદ્યાથીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર અમુક પાર્લર સામે કાર્યવાહીની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application