"થોડો ટાઇમ થાય એટલે સલમાન ખાન તેની ગર્લફ્રેન્ડથી કંટાળી જાય છે" એક્સ ગર્લફ્રેન્ડએ કર્યો ચોંકાવનારો ખુલાસો

  • November 15, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડનો ભાઇજાન એટલે કે સલમાન ખાન ઘણીવાર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના પ્રેમ સંબંધો અને પોલીસ કેસને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમી અલી પણ સમયાંતરે સલમાન વિશે ચોંકાવનારા ખુલાસા કરતી રહે છે. આ દિવસોમાં સોમીનો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહી છે કે સલમાન ખાન છ-સાત વર્ષ પછી તેની ગર્લફ્રેન્ડથી 'બોર' થઈ જાય છે.


સોમી અલીની સિનેસ્પીક્સ યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરવ્યુમાં જ્યારે સોમીને પૂછવામાં આવ્યું કે સલમાન ખાને ઘણા રિલેશનશિપમાં હોવા છતાં હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા તો અભિનેત્રી કહે છે, "સલમાનની એક સમસ્યા એ છે કે તેને અલગ-અલગ દેશોની છોકરીઓ પસંદ છે. અને તે 6 કે 7 વર્ષ પછી તેની ગર્લફ્રેન્ડથી કંટાળી જાય છે."


સોમી વધુમાં કહે છે કે, 6-7 વર્ષ પછી, સલમાન આંખો બંધ કરીને ગ્લોબ પર આંગળી મૂકે છે અને જે પણ દેશમાં આવે છે ત્યાંથી ગર્લફ્રેન્ડ પસંદ કરે છે અને પછી 7 વર્ષનું ચક્ર ફરી ચાલુ રહે છે.  સલમાન ખાન અને સોમીએ 1990ના દાયકામાં સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ પછી બન્ને છૂટા પડી ગયા હતા. સોમીએ છેલ્લા બે દાયકામાં સલમાન ખાન પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મે માત્ર બે દિવસમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application