ખંભાળિયા સહિત જિલ્લામાં હાલ મકરસંક્રાંતિની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો અને મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા પીજીવીસીએલ તંત્ર દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
જેમાં પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહી. વીજળીના તાર કે કેબલને અડકશો નહિ. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહી. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની, તાર તુટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અથવાતો વીજળીના તાર નજીકના ઝાડમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહી, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિંમતના પતંગ માટે અણમોલ કિંમતી જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહી, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વિજ વાયરો પસાર થતા હોય, તેની સાવ નજીક થી પતંગ ઉડાડવા નહી. વીજ માળખાને લગતી કોઈ પણ ફરીયાદ નોંધવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ અથવા ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ નો ઉપયોગ કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMજાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ
January 10, 2025 03:41 PMરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
January 10, 2025 03:41 PMશંકાસ્પદ પ્નીરનો રિપોર્ટ ઝડપથી આવે તે માટે પોલીસ પ્રત્યન કરશે
January 10, 2025 03:40 PMસોની બજારમાં ડઝન દુકાનો સીલ કરતી મ્યુનિ.ટેક્સ બ્રાન્ચ
January 10, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech