જેતપુર શહેરના ધારેશ્વર પાસે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ધંધા અર્થે ત્રણ દિવસ મકાન બધં કરી બહારગામ હતા તે દરમિયાન તેમના ઘરના દરવાજાના તાણા તોડી કોઈ અજાણ્યા તસ્કરો સોનાના દગીના ૪૭ હજાર પિયાની રોકડ રકમ સાથે કુલ ૮,૧૪,૫૭૦ પિયાની ચોરી કરી ગયાની ફરીયાદ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
શહેરના ધારેશ્વર દાતાર તકિયા પાસે રહેતા મહેબૂબભાઈ સુમરાએ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે થયેલ ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ મુજબ તેઓ રાજકોટના નવાગામ ખાતે દિપક ટ્રાન્સપોર્ટ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને વ્યવસાય પર દરરોજ અપડાઉન કરીને જાય છે. દિવાળી ઉપર તેઓને ટ્રાન્સપોર્ટનું બહત્પ કામ રહેતું હોય તેઓ પરીવાર સાથે રાજકોટ સ્થિત પોતાના મકાને રહેવા ગયા હતાં.
ત્યારે ગત તા. ૨૩ ઓકટોબરના રોજ જેતપુર સ્થિત મકાનની સામે જ રહેતા ફરીયાદીના મામાનો તેઓને ફોન આવેલ કે તારા ઘરના દરવાજાના તાળા તૂટેલ છે. જેથી મહેબૂબભાઈ પરીવાર સાથે જેતપુર સ્થિત ઘરે આવીને જોતા ઘરના તાણા સાથે ઘરની અંદર કબાટના પણ તાળા તૂટેલ હતા. અને કબાટમાં રહેલ પત્નીનો સોનાનો હાર, વીંટીઓ, બુટીઓ કિંમત પિયા ૭,૬૫,૫૭૦ તેમજ રોકડ ૪૭ હજાર સહિત કુલ ૮,૧૪,૫૭૦ પિયાનો મુદ્દામાલની ચોરી થયેલ હતો. આ બનાવ અંગે પોલીસ દ્રારા અંદરખાને તપાસ ચાલુ રખાઈ હતી, બાદમાં ફરિયાદ લેવાઈ હતી. પોલીસે ફરીયાદી મહેબૂબભાઈની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં બે બ્રિજ અને માર્ગ માટે 217 કરોડ મંજૂર
November 27, 2024 01:00 PMરાહુલ ગાંધીની સંભલ જવાની માહિતી મળતાં જ અધિકારીઓ એલર્ટ, યુપી ગેટ પર પોલીસ ફોર્સ તૈનાત
November 27, 2024 12:59 PMજામનગરમાં દરેડ BRC ભવનમાં પુસ્તકો પલળ્યા, તપાસ થઈ અને ફાઈલ ગુમ થઈ, મામલો ગરમાયો
November 27, 2024 12:58 PMજામનગર અને શેઠવડાળામાં દારૂની બાટલી સાથે કુલ ચારની અટકાયત
November 27, 2024 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech