વાલીઓ માટે નિયમ : હવેથી રાજકોટની શાળાઓમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જશો તો "No Entry"

  • August 29, 2023 12:04 PM 



રાજકોટમાં શાળા સંચાલકોએ બનાવેલા નિર્ણયએ ચર્ચા જગાડી છે. આ નિર્ણય એવો છે કે જેમાં વાલીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને હવે શાળામાં પ્રવેશ કરી નહીં શકે. અત્યાર સુધી મંદિરમાં આ પ્રકારના નિયમો હતા. પરંતુ હવે શાળામાં પણ આ પ્રકારના નિયમને લઈને ચર્ચા જાગી છે.   


સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, જ્યારે વિદ્યાર્થીને શાળાનો સમય સવારે હોય ત્યારે વાલીઓ બરમુડા કેપરી ગાઉન આ પ્રકારના વસ્ત્રો પહેરીને શાળામાં પોતાના બાળકને મુકવા માટે આવતા હોય છે. જેને લઈને હવેથી એવો નિર્ણય કરાયો છે કે આ પ્રકારના વસ્ત્રો પહેરીને વાલીઓ શાળામાં પ્રવેશ કરી શકશે નહીં. તેમજ જો કોઈ વાલી આ પ્રકારના વસ્ત્ર પહેરશે તો તેને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળા સંચાલકોનું માનવું છે કે, સ્કૂલ પણ એક વિદ્યાનું મંદિર છે અને ત્યાં આ પ્રકારના કપડાં ન શોભે તેમ જ બાળકો પણ વાલીઓ પાસેથી તમામ વસ્તુ જોઈને જ શીખતા હોય છે. વિદ્યાર્થીઓમાં પણ સારા ગુણ કેળવાય અને શિષ્ત જળવાઈ તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ તો રાજકોટની અનેક શાળામાં આ પ્રકારનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. જ્યારે ટૂંક સમયમાં રાજકોટની તમામ શાળામાં આ પ્રકારનું નિર્ણય આવશે.

​​​​​​​સમગ્ર બાબતે રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, ટૂંકા વસ્ત્રો પહેરવા મામલે શાળા સંચાલકોએ તેની મિટિંગમાં નિર્ણય લીધો છે. હજુ આ બાબતે કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી. 2-3 કલાક બાદ શાળા સંચાલકો સાથે DEOની બેઠક મળશે અને તેમાં આ બાબતે ચર્ચા થશે. આ નિર્ણય શાળા સંચાલકોનો છે જે આવકાર્ય છે. વાલીઓએ શાળાએ ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું એ વિદ્યાર્થીઓ માટે પણ હિતાવહ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application