રિષભ પંતની ટીમમાં થશે વાપસી, આ સીરીઝથી ટીમ ઈન્ડિયા માટે મેદાન પર રમતો દેખાશે સ્ટાર ક્રિકેટર

  • October 29, 2023 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. ગયા વર્ષે 31 ડિસેમ્બરે તેમનો કાર અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કારણે પંત વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. પરંતુ હવે પંતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંત ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ધીમે ધીમે તે તેનું ફોર્મ પરત મેળવી રહ્યો છે. પંત આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.


તે હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયા માટે કરવામાં આવેલી કેટલીક જાહેરાતોમાં તે જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં પંત ટૂંક સમયમાં પરત ફરે તેવી આશા છે.


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પંત ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરશે, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. અહેવાલો અનુસાર, પંત 23 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ભારતની સ્થાનિક વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં પુનરાગમન કરશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. ટીમ ઈન્ડિયા માટે આવતા વર્ષે પંતની રિકવરી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આવતા વર્ષે T20 વર્લ્ડ કપ રમાવાનો છે. પંત આ ફોર્મેટનો બેસ્ટ ખેલાડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application