રાજકોટ માર્કેટ યાર્ડમાં સીઝનમાં પહેલી વખત 2300 કિલો કાચી કેરીની આવક

  • February 23, 2023 08:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કાચી કેરીની સિઝનની પહેલી આવક નોંધાઇ હતી. આ વર્ષે પહેલી વખત એવું બન્યું કે રાજકોટની રિટેઇલ શાક માર્કેટોમાં ખાખડી કેસર કેરી અને કાચી કેરીનું આગમન થઈ ગયું અને માર્કેટ યાર્ડમાં હવે આવક શરૂ થઇ છે! અલબત્ત શાકભાજી અને ફળફળાદિએ હવે નિયંત્રિત જણસીઓમાં સમાવિષ્ટ ન હોય ખેડૂતો યાર્ડને સેસ ચૂકવ્યા વિના અને યાર્ડની કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી વિના સીધા જ રિટેઇલ શાક માર્કેટના વેપારીને અથવા તો ગ્રાહકોને વેંચાણ કરી શકે છે.

વિશેષમાં યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે યાર્ડમાં કાચી કેરીની સિઝનની પહેલી આવક થઈ છે જેમાં 2300 કિલો જથ્થો આવ્યો છે અને હરાજીમાં પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.800થી 1300 સુધી રહ્યો છે. હવે આગામી દિવસોમાં જેમ જેમ તાપ વધશે તેમ તેમ કાચી કેરીની આવકોમાં ઉત્તરોત્તર વધારો થતો રહેશે. જો કે આ કાચી કેરીએ સલાડમાં ખાવાની કેરી છે. હજુ અથાણા માટેની કેરીની આવકો શરૂ થતાં એકાદ પખવાડિયું વિતી જશે. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક થઇ તે ગીર પંથકના ગામોમાંથી તેમજ રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પહેલી વખત એવું બન્યું કે રાજકોટની રિટેઇલ શાક માર્કેટોમાં ખાખડી કેસર કેરી અને કાચી કેરીનું આગમન થઈ ગયું અને માર્કેટ યાર્ડમાં હવે આવક શરૂ થઇ છે! અલબત્ત શાકભાજી અને ફળફળાદિએ હવે ખેતબજાર ધારા હેઠળની નિયંત્રિત જણસીઓમાં સમાવિષ્ટ ન હોય ખેડૂતો યાર્ડને સેસ ચૂકવ્યા વિના અને યાર્ડની કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી વિના સીધા જ રિટેઇલ શાક માર્કેટના ધંધાર્થીઓ અથવા તો ગ્રાહકોને વેંચાણ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application