હ્રદય રોગના દર્દીઓ માટે હવે રાહત : કે.ડી પરવાડીયા હોસ્પિટલમાં જાપાની ટેક્નોલોજી ધરાવતી કેથલેબનું આવતીકાલે CM કરશે ઉદઘાટન

  • June 06, 2023 02:09 PM 

રાજકોટ સહિત આસપાસના ગામડાઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ કહી શકાય તે કે.ડી પરવાડીયા હોસ્પિટલની સુવિધામાં ઉમેરો થયો છે. જસદણના આટકોટ ખાતે એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ થયું અને હવે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કેથલેબનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 


આપણે સૌ જાણીએ છીએ કે કોરોના પછી હ્રદયરોગના કેસ વધી રહ્યા છે. એવામાં કે.ડી પરવાડીયા હોસ્પિટલમાં શરૂ થનાર કેથલેબ આશીર્વાદરૂપ બની રહેશે. હવેથી આટકોટ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, બાળકોમાં હૃદયના કાણાની સર્જરી, હૃદયના અનિયમિત ધબકારાની પેસમેકર દ્વારા સારવાર, હૃદયના વાલ્વ બદલવાની સુવિધા મળવા લાગશે. 



આગામી તા.7 જૂન એટલે કે આવતીકાલે જ આ હોસ્પિટલમાં કેથલેબનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. 


અત્યાર સુધીની વાત કરીએ તો કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં 58000 ઓપીડી, 4100 સફળ સર્જરી, 3250 ડાયાલીસીસ, 7000 દર્દીઓને ઈમરજન્સી સારવાર, 300 જેટલા ગોઠણના સાંધા બદલાવવાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આવતી તમામ સારવાર દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પેટમાં રહેલી 10 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. આ સાથે આગામી દિવસોમાં પણ હોસ્પિટલમાં કેન્સર સેન્ટર શરૂ કરવા અંગેનું આયોજન થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application