'કલ્કિ 2898-એડી'ની રિલીઝ ડેટ મોકૂફ, ક્લિક કરી જાણો 2024માં કયારે રિલીઝ થશે આ ફિલ્મ?

  • January 12, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપિકા પાદુકોણ વર્ષ 2024માં ઘણા નવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેમાં સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર પ્રભાસનો પણ સમાવેશ થાય છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ ફિલ્મ 'કલ્કિ 2898-એડી'(પ્રોજેક્ટ કે)માં ઓન સ્ક્રીન જોવા મળશે. બન્ને કલાકારો નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કિ 2898-એડી'(પ્રોજેક્ટ કે)માં પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે.


આ બંને સુપરસ્ટાર્સની જોડીને સાય-ફાઇ ફિલ્મમાં જોવા માટે ચાહકોમાં પણ એટલો જ ઉત્સાહ છે. જો કે ફિલ્મ રસિકો થોડા નિરાશ થાય તેવા સમાચાર છે. આ સમાચાર એ છે કે દીપિકા પાદુકોણ અને પ્રભાસની આગામી ફિલ્મ કલ્કિ 2898-એડીની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. તેથી હવે આ બન્ને કલાકારોને મોટાપડદા પર સાથે જોવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ ઉપરાંત બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી 2024માં સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે.


કલ્કિ- 2898 એડી હવે આ દિવસે સિનેમાઘરોમાં આવશે

આપને જણાવી દઇએ કે પ્રોજેક્ટ કેની રિલીઝ ડેટ બદલવાની સત્તાવાર જાહેરાત ખૂદ ફિલ્મના લીડ એકટર પ્રભાસે કરી છે. તેમણે એક નવા જ પોસ્ટર સાથે આ જાણકરી આપી છે. આ નવા પોસ્ટરમાં પ્રભાસે હાથમાં હથિયાર પકડ્યું છે અને તે સુપરહીરોના કોસ્ચ્યુમમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર પર લખેલી રિલીઝ ડેટ 9 મે 2024 છે. એટલે કે હવે દીપિકા પાદુકોણ અને પ્રભાસ અભિનીત આ ફિલ્મ આ વર્ષે 9 મેના રોજ રિલીઝ થશે.


કલ્કિ- 2898 એડીની રિલીઝ ડેટ શા માટે મોકૂફ રાખવામાં આવી?


આ નવા પોસ્ટરને શેર કરવા સાથે પ્રભાસે કેપ્શનમાં લખ્યું છે કે, "ભવિષ્યનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. કલ્કિ 9મી મેના રોજ વિશ્વભરના થિયેટરોમાં જોવા મળશે" એક રિપોર્ટ અનુસાર 'પ્રોજેક્ટ-કે'ના નિર્માતાઓ તેમની મોટા બજેટની ફિલ્મ સોલો રિલીઝ કરવા ઇચ્છતા હતા.


આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 22 ડિસેમ્બરે રિલીઝ થયેલી સાલાર બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' પણ થોડા દિવસોમાં સિનેમાઘરોમાં આવી રહી છે, તે જોતા વૈજયંતી મૂવીઝે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ અને અમિતાભ બચ્ચન ઉપરાંત કમલ હાસન પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું ટીઝર ગયા વર્ષે જ રિલીઝ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application