અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાવરહેડ્સ અને અન્ય ઘરગથ્થુ ઉપકરણોમાં પાણીના દબાણ પરની મર્યાદાઓ દૂર કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા કહ્યું કે હું મારા સુંદર વાળની સંભાળ રાખવા માટે હું સરસ સ્નાન કરવા માંગુ છું,. સંપૂર્ણપણે ભીના થવા માટે મારે 15 મિનિટ સુધી શાવર નીચે ઊભા રહેવું પડ્યું, જે હાસ્યાસ્પદ હતું. ટ્રમ્પે કહ્યું કે અમે આ પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવવા જઈ રહ્યા છીએ. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ઘણું પાણી છે.. લોકો ઘર ખરીદે છે, સિંક ચાલુ કરે છે પણ ભાગ્યે જ પાણી આવે છે. જ્યારે હું નહાવા જાઉં છું, ત્યારે પાણી ખૂબ જ મુશ્કેલીથી આવે છે. આ બિનજરૂરી પ્રતિબંધો છે.
શું છે આખો મામલો?
૧૯૯૨ માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં એનર્જી પોલિસી એક્ટ પસાર કરવામાં આવ્યો, જેમાં શાવરહેડ્સમાં પાણીનો પ્રવાહ ૨.૫ ગેલન પ્રતિ મિનિટ સુધી મર્યાદિત કરવામાં આવ્યો. તેનો હેતુ પાણી અને ઉર્જા બચાવવાનો હતો.ટ્રમ્પે શરૂઆતથી જ ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાણીના ઓછા દબાણને કારણે લોકો યોગ્ય રીતે સ્નાન કરી શકતા નથી, ખાસ કરીને તેમને વાળ ધોવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે 2019 અને 2020 માં ઘણી રેલીઓમાં મજાકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, અને કહ્યું હતું કે પાણીનો પ્રવાહ નબળો હોવાથી લોકોને 10 વાર સ્નાન કરવું પડે છે.
ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન નિયમોમાં છૂટછાટ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હવે ટ્રમ્પે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો અને અમેરિકાને મહાન બનાવોનો નારો આપ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech