ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનાર છ અરજદારોને રૂ.1.80 લાખ પરત અપાવ્યા

  • June 27, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




માલવીયાનગર પોલીસે ઓનલાઈન ફ્રોડના ચાર કિસ્સામાં અરજદારોને 1.08 લાખની રકમ પરત અપાવી



ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે પોલીસ પણ આવા બનાવો બનતા અટકે અને જે તેમનો ભોગ બને તેમને તેમની રકમ પરત અપાવવા માટે પ્રયત્નશીલ છે. શહેર પોલીસે અલગ અલગ છ કિસ્સાઓમાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારોને રૂપિયા 1,80,248 ની રકમ પરત અપાવી હતી.




જાણવા મળતી વિગતો મુજબ માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.વી.હરિયાણી તથા એએસઆઇ પી.એન. પરમાર અને કોન્સ્ટેબલ ભવદીપસિંહ એમ. ગોહિલ દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમને લગતી ઓનલાઈન અરજીઓની તપાસ દરમિયાન અલગ અલગ રીતે ઓનલાઇન ફ્રોડમાં ચાર અરજદારોએ ગુમાવેલી કુલ રકમમાંથી રૂપિયા 1,08,748 પરત અપાવ્યા હતા. જેમાં અરજદાર અલ્પેશભાઈ કાનાભાઈ આંબડીયાને 25059 મૈત્રી મુકેશભાઈ મકવાણાને 49,999 મિતેશ અરવિંદભાઈ સોલંકીને 19,500 અને ડેનિસ રમેશભાઈ કટારીયાને 14,190 પરત અપાવ્યા હતા.




જ્યારે અન્ય એક કિસ્સામાં અરજદાર અજય ભાનુશંકરભાઈ દવેને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને તેમના નામનું કોઈ કુરિયર આવેલ છે તેવી વાત કરી ધમકી આપી તેમની પાસેથી રૂ.40,000 ઓનલાઈન પડાવી લેવામાં આવ્યા હતા જે અંગે તેમણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી આપી હતી. જેથી પીઆઇ એમ.જી. વસાવાની રાહબરી હેઠળ સ્ટાફે તપાસ હાથ ધરી તેમનું એકાઉન્ટ ફ્રીજ કરાવી નોડલ ઓફિસરનો સંપર્ક કરી રૂ.40,000 ની પૂરેપૂરી રકમ પરત અપાવી હતી.



આ સિવાય અન્ય એક અરજદારે ફેસબુકમાં પાર્ટ ટાઈમ જોબની જાહેરાત જોયા બાદ તેની લીંક વોટ્સએપ પર આવતા તેમાં જરૂરી માહિતી ભરી 370 પ્રોસેસ ફી લીધા બાદ કડકે કટકે કરી 31,500 ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી જે અંગે તેમણે પોલીસને જાણ કરતા બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી તેમને પૂરેપૂરી રકમ ૩૧, ૫૦૦ પરત અપાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application