રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી પછીથી જણસીઓના ભાવમાં ૨૦૦થી ૫૦૦૦નો ઘટાડો

  • December 30, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી પહેલાની સરખામણીએ દિવાળી પછીની સ્થિતિએ જણસીઓના ભાવમાં .૨૦૦ થી ૫૦૦૦ સુધીનો આશ્ચર્યજનક ઘટાડો નોંધાયો છે, બજારમાં કોઇ ચોક્કસ નિશ્ચિત કારણ વિના આટલી હદે ચડાવ ઉતાર ન આવે ! પરંતુ સટોડીયાઓએ સર્જેલી કૃતિમ તેજી અકળ કારણોસર નિયંત્રણમાં આવી જતા ભાવ કાબુમાં આવી ગયા છે, અલબત્ત આ સ્થિતિ કયાં સુધી જળવાશે તે કહેવું મુશ્કેલ છે. વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ યાર્ડમાંથી ઉંચા ભાવે ખરીદેલા માલના ભાવ ઘટવા લાગતા આ સાથે હવે ખરીદદારોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે અને હજુ કેટલા ભાવ ઘટશે તે કહેવું પણ મુશ્કેલ છે ! યાર્ડમાં તમામ જણસીઓના ભાવ ઘટવા લાગ્યા છે તેમ છતાં રિટેલ માર્કેટમાં ભાવ ઘટવાનું નામ નથી. તેજીના સમયમાં ખેડૂતોને ઉંચા ભાવ મળતા હોય રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો ધસારો વધ્યો હતો, યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોના ખેડૂતો તો નિયમિત આવતા જ હોય છે પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતો પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં માલ વેંચવા આવતા થઇ ગયા હતા. હવે ભાવ ઘટવા લાગ્યા છે ત્યારે ખેડૂતો અન્ય યાર્ડ તરફ ડાયવર્ટ ન થઇ જાય તેવી ભીતિ સર્જાઇ છે.

જો કે રાજકોટ માર્કેટ યાર્ડના વહીવટી તંત્રની સૌથી સારી બાબત એ છે કે તેઓ દ્રારા જાહેર થતા ભાવ પત્રકમાં કયારેય ખોટા ઉંચા ભાવ દર્શાવાતા નથી, મતલબ કે કોઇ પણ જણસીઓના ટોપ કવોલિટીના ઉંચા ભાવે થયેલા એકાદ સોદાના ભાવની સિંગલ એન્ટ્રીનો ભાવ પત્રકમાં સમાવેશ કરાતો નથી પરંતુ તમામ સોદાઓનો એવરેજ ભાવ જ જાહેર કરાય છે.


સૌથી વધુ ભાવ ધટાડો નોંધાયો તેના દિવાળી પહેલાના અને પછીના ભાવ

 જીના ભાવ ૧૧૦૦૦ થી ઘટીને ૬૦૦૦
 સૂકા લાલ મરચાના ભાવ ૧૭૦૦ થી ઘટીને ૧૨૦૦
 વરિયાળીના ભાવ ૫૫૦૦ થી ઘટીને ૧૫૦૦
 ઇસબગુલના ભાવ ૫૫૦૦ થી ઘટીને ૩૫૦૦
 અજમાના ભાવ ૪૫૦૦ થી ઘટીને ૨૫૦૦
 સોયાબિનના ભાવ ૧૧૦૦ થી ઘટીને ૯૦૦
 રાયડાનો ભાવ ૧૧૦૦થી ઘટીને ૯૦૦ થી ૯૫


કપાસ અને મગફળીના ભાવ સતત યથાવત


રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના ભાવ સતત યથાવત રહ્યા છે, મગફળીના ઉંચા ભાવ ૧૪૦૦થી ૧૪૫૦ સુધી અને કપાસના ઉંચા ભાવ ૧૫૦૦ સુધી રહ્યા છે. ગત વર્ષે કપાસના ભાવ ઓલ ટાઇમ હાઇ થતા ખેડૂતોએ આ વર્ષે વાવેતર વધાયુ હતું પરંતુ આ વર્ષે કપાસના ભાવ ૧૫૦૦થી ઉપર ગયા નથી, યારે ગત વર્ષે ૨૫૦૦ સુધી ભાવ ઉપયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application