સમગ્ર વિશ્વમાં ખાદ્ય મોંઘવારી ઘટી છે, છતાં ઇએમઆઈમાં ફેરફાર નહી થાય, જાન્યુઆરીમાં વૈશ્વિક ખાદ્ય ભાવ સૂચકાંક ૩૫ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો
ગયા વર્ષે શરૂ થયેલા વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જાન્યુઆરી ૨૦૨૪માં પણ ચાલુ રહ્યો છે. યુએનના એફએઓ મુજબ, ઘઉં અને મકાઈની સાથે માંસની કિંમતોમાં ઘટાડો થવાને કારણે જાન્યુઆરીમાં વૈશ્વિક ખાદ્ય ભાવ સૂચકાંક ૩૫ મહિનાની નીચી સપાટી ૧૧૮ પર પહોંચ્યો હતો. એફએઓ અનુસાર, જાન્યુઆરીમાં અનાજનો ભાવ સૂચકાંક ઘટીને ૧૨૦.૧ થયો હતો. સમગ્ર વિશ્વમાં ફુગાવો ઘટવા છતાં, આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ યથાવત રહેવાની ધારણા છે.
એસબીઆઈ ઇકોરેપ રિપોર્ટ અનુસાર, વ્યાજ દરોમાં ઘટાડો જૂન ૨૦૨૪ પછી અપેક્ષિત છે. મતલબ કે અત્યારે લોકોને મોંઘા ઇએમઆઈ માંથી રાહત નહીં મળે. મોટાભાગના બેન્કરો અને અર્થશાસ્ત્રીઓ માને છે કે દરમાં ઘટાડો વર્ષના બીજા ભાગમાં જ થશે. આ વખતે વ્યાજદરમાં ઘટાડો થવાની આશા ઓછી છે. તેનું કારણ વિદેશી વેપારમાં આવતી સમસ્યા છે. હુથી બળવાખોરો દ્વારા જહાજો પર હુમલો કરવાને કારણે વૈશ્વિક પુરવઠાની શૃંખલામાં વિક્ષેપ પડવાનો ભય છે. તેનાથી દેશની આયાત પર અસર પડી શકે છે.
આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારીને ૬.૫% કર્યો હતો. જ્યારે છેલ્લા ૧૨ મહિનામાં પોલિસી રેટ ફ્લેટ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઓછી ઉધારીને કારણે આરબીઆઈ પાસે મોનેટરી પોલિસી નરમ રાખવાનો અવકાશ રહેશે. મોનેટરી પોલિસી કમિટી જૂન અને ઓગસ્ટ વચ્ચે રેપો રેટમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે. પરંતુ રેટ કટનો સમય દેશના સંજોગો અને યુએસ ફેડરલ રિઝર્વની નીતિ પર પણ નિર્ભર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech