ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા નાગ- નાગણીના અલભ્ય દ્રશ્યો

  • May 17, 2023 01:06 PM 

ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા નાગ- નાગણીના અલભ્ય દ્રશ્યો

સાપની જોડીના પ્રેમના દ્રશ્ય કેમેરામાં કેદ થયા
​​​​​​​ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ સાપની જોડીના રોમાંચક અને અલભ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં આ સાપ યુગલ પ્રેમમાં મગ્ન હોવાનું ગ્રામજનોને જોવા મળ્યું હતું.

ખંભાળિયા તાલુકાના નવી મોવાણ ગામે આજરોજ વાડી વિસ્તારના કાચા રસ્તા પર નાગ-નાગણીના મિલનના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાપ યુગલના આ પ્રેમના, રમતા- ઉછળતા પ્રણયલીલાના દ્રશ્ય સ્થાનિકે મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. સાપના પ્રેમ-મિલનના ભાગ્યે જ જોવા મળતા આ દુર્લભ નજારાથી લોકોમાં રોમાંચક કુતુહલ પ્રસરી જવા પામ્યું હતું.

અહેવાલ : હાર્દિક મોટાણી, ખંભાળીયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application