રણબીર અને શ્રદ્ધાની ફિલ્મને રિલીઝ પહેલા જબરદસ્ત રિસ્પોન્સ, આમીર ખાન અને હૃતિક રોશનની ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

  • March 07, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લવ રંજન દ્વારા નિર્દેશિત રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમ-કોમ 'તુ જૂઠી મેં મક્કર' રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો તમામ ચાહકોને પસંદ આવ્યા છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની એડવાન્સ બુકિંગને જોતા માનવામાં આવે છે કે તેને સારી ઓપનિંગ મળી શકે છે.

તાજેતરમાં રિલીઝ થયેલી રોમ-કોમ વિશે વાત કરીએ તો, તે લવ રંજનની 'સોનુ કે ટીટુ કી સ્વીટી' હતી જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. 

'તુ જૂઠી મેં મક્કર'ના નિર્માતાઓએ તેમની ફિલ્મની રિલીઝના ત્રણ દિવસ પહેલા 5 માર્ચે તેનું એડવાન્સ બુકિંગ શરૂ કર્યું હતું. આંકડા સૂચવે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરવા માટે તૈયાર છે. ફિલ્મે તેની રિલીઝના બે દિવસ પહેલા સાંજે 6:30 વાગ્યા સુધી PVRમાં 13,700 ટિકિટ, INOXમાં 8,000 ટિકિટ અને સિનેપોલિસમાં 4,200 ટિકિટ સહિત કુલ 25,900 ટિકિટો વેચી છે. જો કે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, તે 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'વિક્રમ વેધા' કરતા વધુ સારી છે, પરંતુ 'ભૂલ ભુલૈયા 2' કરતા થોડી ઓછી છે.

એડવાન્સ બુકિંગ આ આંકડા બાદ અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મને પહેલા દિવસે લગભગ 12 થી 15 કરોડની ઓપનિંગ મળી શકે છે. એટલું જ નહીં, જો રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવે તો ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો એવો સ્કોપ ધરાવે છે. આ પછી, આગામી રિલીઝ અજય દેવગનની 'ભોલા' હશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application