રાજકોટના રામ વનમાં સુવિધાના અભાવે સહેલાણીઓ ઘટ્યા

  • August 21, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરીજનો માટે કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રામ વન ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ યાને હવે લગભગ એક વર્ષ વા આવ્યું છે તેમ છતાં પ્રદ્યુમન પાર્ક ઝૂ, રેસકોર્સ સંકુલ, ન્યારી ડેમ કે આજી ડેમ સંકુલમાં જેટલા સહેલાણીઓ ફરવા જાય છે તેટલા સહેલાણીઓ રામ વન જતા ની તે વાત હવે સાબિત ઇ ગઇ છે.


પુરુષોત્તમ માસમાં વન ભોજનનો મહિમા છતાં છેલ્લા બે માસમાં રામ વનમાં ફકત ૨૯,૧૮૨ મુલાકાતી આવ્યા છે તે બાબત જ ઘણું બધું સુચવી જાય છે. શહેરી અંદાજે ૧૦ કિલોમીટર દૂર આજી-૧ ડેમી ગોંડલ ચોકડી તરફ બાયપાસ રોડ ઉપર જતા કિસાન ગૌશાળા પાસે આવેલા રામ વનમાં સુવિધાઓ પુરતા પ્રમાણમાં ન હોય લોકો ત્યાં જવાનું ટાળે છે. વિશેષમાં મહાપાલિકાની ગાર્ડન શાખાના સુત્રોમાંી પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૮ જુની તા.૧૮ ઓગષ્ટ સુધીના છેલ્લા બે મહિના દરમિયાન રામ વન- ધ અર્બન ફોરેસ્ટની મુલાકાતે કુલ ૨૯,૧૮૨ મુલાકાતીઓ આવ્યા હતા અને પ્રવેશ ટિકિટની ફી પેટે રૂ.૫,૪૨,૩૬૦ની આવક ઇ હતી.


નિર્માણ ખર્ચ તો દૂર મેન્ટેનન્સ ખર્ચ નીકળે તેટલી આવક પણ ન થઇ
મહાપાલિકા તંત્ર રામ વનનો નિર્માણ ખર્ચ તો ક્યારે મેળવી શકશે તે નક્કી ની પરંતુ હાલ તો તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ નીકળતો ની. સહેલાણીઓ આવતા ની તેી ટિકિટ ફીની આવક તો નહિવત છે તેમજ અન્ય આવકો પણ સહેલાણીઓ આધારિત જ હોય છે જો સહેલાણીઓ ત્યાં સુધી આવતા નય તો આવક વધવાની વાતને કોઇ સન ની.

બેટરી કાર આવી પણ સંખ્યા અપૂરતી, બેસવા લાઇન લાગે
રામવન ૧૪૭ એકર જમીનમાં પરાયેલું વિશાળ વન છે આી સહેલાણીઓ તેમાં ચાલીને ાકી જાય છે. બેટરી કારની જરૂરિયાત જણાતા તંત્રએ બેટરી કારની સુવિધા તો આપી છે પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી હોય તેમાં બેસવા માટે મુલાકાતીની લાઇન લાગે છે અને ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાય છે. પ્રદ્યુમન પાર્ક ઝૂની જેમ જ રામ વન માટે હજુ વધુ બેટરી કાર ખરીદવાની જરૂર છે.

લોકાર્પણને વર્ષ વિતવા આવ્યું છતાં કેન્ટિન શરૂ ન થઇ 
રાજકોટ મહાપાલિકા તંત્ર એક વખત પ્રોજેક્ટ પૂર્ણ ઈ જાય પછી તેના મેન્ટેનન્સ ઉપર ક્યારેય ધ્યાન આપતું ની. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું તેને એક વર્ષ પૂર્ણ વામાં છે તેમ છતાં આજ દિવસ સુધી રામ વનમાં કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ ઈ ની.અહીં આજુ બાજુમાં ક્યાંય દૂર દૂર સુધી ખાણી પીણીની વસ્તુઓ મળતી ની અને સહેલાણીઓ ઘરેી નાસ્તો સો લઇને જાય તો તે અંદર લઇ જવા દેવાતો ની.

નવા આકર્ષણો ઉમેરાતા ન હોય મુલાકાતી બીજી વખત જતાં નથી
રામ વનમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવતા ન હોય ત્યાં એક વખત જઇ આવેલા મુલાકાતીઓ બીજી વખત જતા ની. અગાઉ એવી વાતો કરાઇ હતી કે તબક્કાવાર નવા આકર્ષણો ઉમેરાશે પણ તેવું યું ની. મહાપાલિકા તંત્રને પણ રામ વનના વિકાસમાં રસ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જો ખરેખર રસ હોય તો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા પ્રોજેક્ટની આવી હાલત ઇ ન હોય !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application