ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા યુવરાજસિંહ મામલે આવેદન

  • April 29, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુવા નેતા યુવરાજસિંહ ધરપકડ મામલે ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે, આવેદનપત્રમાં જણાવ્યું છે કે યુવરાજસિંહ દ્વારા પ્રેસ કરી ૧૧ વર્ષથી સતત ચાલ્યા આવતા આ ડમી કાંડને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવ્યું. પરંતુ અત્યારે તે ડમી કાંડ ગૌણ થઈ ગયો છે.  ૧૧ વર્ષમાં કેટલા લોકો ડમી કાંડ કરી નોકરી પર લાગ્યા તેની હજુ સુધી પોલીસ તપાસ કરી શકી નથી. પકડાયેલ આરોપીએ કેટલા ડમી ઉમેદવાર બેસાડ્યા અને કઈ જગ્યાએ બેસાડ્યા એ પણ તપાસ નથી થઈ રહી.
ડમી કાંડના મુખ્ય સૂત્રધારો હજુ ખુલ્લે આમ ફરે છે.


પોલીસ તેને પકડી શકી નથી. સમન્સ પાઠવ્યા હોય એવું પણ ધ્યાનમાં આવ્યું નથી.ડમી કાંડના આરોપીઓએ એક ઉમેદવાર પાસે થી કેટલા રૂપિયા લીધા અને કંઈ પરીક્ષા માટે લીધા તે પણ હજુ સુધી બહાર આવ્યું નથી.ડમી વિદ્યાર્થી બેસાડનાર ઉમેદવારોએ કંઈ રીતે તે પૈસા આપ્યા/કેટલા પૈસા આપ્યા અને તે પૈસા અત્યારે ક્યાં છે તેની તપાસ પણ કરવામાં આવી નથી.



પોલીસે જેટલા આરોપી ની ધરપકડ કરી છે તેઓ કેટલા કાંડમાં સંડોવાયેલા છે અને કેટલા સમય થી તેઓ આ કાંડ ચલાવતા હતા અને કેટલા રૂપિયા અત્યાર સુધી તેઓએ ખોટી રીતે બનાવ્યા તેમની કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.આ બધા સવાલો એક સામન્ય નાગરિક તરીકે જો દરેકના મગજમાં આવે છે તો આ બાબતે પોલીસ વિભાગ અને મીડિયા કર્મીઓ કેમ મૌન ધારણ કરીને બેઠા છે? બસ, કેટલાક દિવસોથી જીવ હથેળીમાં લઈને  ચાલતા, યુવાનો માટે સતત રાત દિવસ ખડે પગે રહેતા યુવરાજસિંહની પાછળ જ મિડીયા, પોલીસ તથા રાજકીય નેતાઓ હાથ ધોઈ ને પડ્યા હોય તેવું જણાય રહ્યું છે અને મુખ્ય ડમી કાંડના મુદ્દા ને અને તેમના પાછળ જવાબદાર તમામ આરોપીને છાવરવામાં આવી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે


પરંતુ તમને જેમણે જગાડ્યા એમનો આભાર માનવાને બદલે એમની ઉપર જ તમે આરોપો લગાવી દીધા. એમ તો અમે પણ ૧૧ વર્ષનો હિસાબ માગી શકીએ છીએ કારણકે કોઈ એક વ્યક્તિના પણ ધ્યાનમાં ન આવ્યું આ ડમી કાંડ અને આટલા વર્ષો થી આ કાંડ આજ દિવસ સુધી ચાલતો રહ્યો અને હજુ ચાલતો રહેત જો યુવરાજસિંહ એ તે મુદ્દો ઉજાગર ન કર્યો હતો. તમારી તો ફરજ ના ભાગ રૂપે છે આ બધુ રોકવાનું. હજુ આવા કેટલાય કાંડ છૂપાયેલા હસે. પણ હવે એ કાંડ ને બહાર લાવતા પહેલા તે વિચારશે તો ખરી જ. આ સિસ્ટમનો ભરોસો કંઈ રીતે કરશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application