રાજકોટને ભવિષ્યમાં મળશે ઈન્ટરનેશનલ ન્યુરો કોન્ફરન્સ: એનએસએસએમાં ડો.મોઢાની નિયુકિત

  • July 12, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યુરો સ્પાઈનલ સર્જન એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનએસએસ)ની કોર કમિટીમાં પ્રેસિડેન્ટની પદવી મેળવી ભારતભરમાં રાજકોટનું ગૌરવ સિનિયર ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડો.પ્રકાશ મોઢાએ વધાયુ છે.





તબીબી જગતમાં તેમાં પણ ખાસ કરીને ન્યુરો સર્જરી સાથે સંકળાયેલ ડોકટરો માટે ન્યુરો સ્પાઈનલ સર્જન એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનએસએસ)નું નામ ઘણા આદર સાથે જાણીતું છે. જેની સ્થાપના ૧૯૭૯માં કરવામાં આવેલ હતી. તાજેતરમાં મુંબઈ ખાતે ન્યુરો સ્પાઈનલ સર્જન એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનએસએસએ) કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી જેમાં ભારતભરના ૩૫૦થી વધુ ન્યુરો સર્જને ભાગ લીધો હતો. આ પરિષદમાં કોર કમિટીની નવ નિયુકિત કરવામાં આવેલ હતી. જેના પ્રમકુખ તરીકે સૌરાષ્ટ્ર્ર–કચ્છના સિનિયર ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડો.પ્રકાશ મોઢા પસંદગી પામ્યા છે. એનએસએસએ સ્થાપના બાદથી સૌ પ્રથમ વખત કોર કમિટીના પ્રમુખની પસંદગી કરવામાં આવેલ છે. આ કોર કમિટી સમગ્ર ભારતમાં કોન્ફરન્સ કયાં કરવી. કયારે કરવી તેનો નિર્ણય લે છે ઉપરાંત તે બાબતે માર્ગદર્શન આપે છે. એનએસએસએના પ્રમુખ તરીકે અત્યાર સુધી ભારતના પ્રમુખ ન્યુરો સર્જનમાંના એક એવા ડો.પી.એસ.રામાણી પદાધિસ્ત હતા. ૪૨ વર્ષ બાદ સૌ પ્રથમ વખત પ્રમુખપદ માટે પસંદગી હાથ ધરાઈ હતી જેમાં ન્યુરો સર્જરી ક્ષેત્રમાં જેમનું બહોળું યોગદાન છે એવા ડો.પ્રકાશ મોઢા પસંદગી પામ્યા છે. ડો.મોઢા અગાઉ પણ એનએસએસએમાં સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે સેવાઓ બજાવી ચૂકયા છે. હાલ ભારતભરમાં ૬૫૦થી વધુ ન્યુરો સર્જન એનએસએસએમાં મેમ્બરશિપ ધરાવે છે.





પ્રમુખપદ એ નિયુકત થયા બાદ ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, ન્યુરો સ્પાઈનલ સર્જન એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનએસએસએ) માત્ર ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન પુરતું જ સીમિત ન રાખતા ભવિષ્યમાં ઓર્થેાપેડિક સ્પાઈન સર્જન, ફિઝિયોથેરાપિસ્ટ, ન્યુરો–સ્પાઈન ક્ષેત્રે સંકળાયેલ નસિગ સ્યાફને પણ આ એસોસિએશનમાં મેમ્બરશિપ માટે પ્રેરિત કરવામાં આવશે. ઉપરાંત હાલના તબક્કે ભારતમાં સ્પાઈશ્ર સર્જરીની સુવિધાઓ ઉપલબ્ધ છે તેને આંતરરાષ્ટ્ર્રીય સ્તરે લઈ જવી અને ભારતનાં ડોકટરોની નિપૂણતાનો લાભ ભારત બહારના દર્દીઓને પણ મળી રહે એ ધ્યેય સાથે આગળ વધવાનું લય રાખેલું છે. ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં ૩૩ વર્ષથી વધુના યોગદાન બદલ ડો.પ્રકાશ મોઢાનું પોર્ટુગલ (દેશનું નામ)ના સિનિયર ન્યુરો સર્જન ડો.ઓસ્કાર એલ્વીશ અને ડો.પી.એસ.રામાણી દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.





આ કોન્ફરન્સ દરમિયાન જ મુંબઈની વિખ્યાત કૂપર હોસ્પિટલ ખાતે કેડેવર ડિસેકશન સર્જરી પણ કરી હતી. આ સર્જરીમાં ડો.પ્રકાશ મોઢા અને ડો.વિક્રાંત પૂજારી દ્રારા ગરદનનાં મણકાના ફ્રેકચરમાં સ્ક્રૂ દ્રારા સારવાર કેવી રીતે શકય બને તે અંગે લાઈવ ડેમોન્ટ્રેશન આપ્યું હતું. કેડેવર પર સફળ સર્જરી દ્રારા ભારતભરમાં ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન વચ્ચે ડો.મોઢાએ માત્ર ગોકુલ હોસ્પિટલનું જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર્રનું નામ ગૌરવવંતુ કર્યુ હતું. ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલની ઓળખની કોઈ જરૂર નથી. છેલ્લા ૩૪ વર્ષથી વધુ સમયથી ડો.મોઢા પોતાની નિપુણતા અને અનુભવ થકી અનેક દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મેળવી ચૂકયા છે. હાલ ડો.મોઢા સાથે અનુભવી અને નિષ્ણાત ન્યુરો સર્જનની વિશાળ ટીમ સાથે રાજકોટમાં વિધાનગર ખાતે કાર્યરત છે. ડો.પ્રકાશ મોઢાએ પાંચ લાખથી વધુ દર્દીઓની સારવાર તથા ૨૦૦૦૦થી પણ વધારે સફળ ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરી કરેલ છે.





સિનિયર ન્યુરો સર્જન ડો.પ્રકાશ મોઢાએ રાષ્ટ્ર્રીય કક્ષાએ મેળવેલી આ સિધ્ધિ બદલ ન્યુરો સર્જન એસોસિએશન રાજકોટ, આઈએમએ રાજકોટ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્રારા મો.૯૮૨૫૦ ૭૯૨૧૮ પર સતત શુભેચ્છાઓ મળી રહી છે.



ન્યુરો સ્પાઈનર સર્જન એસો.માં ૪૦ વર્ષ બાદ હવે શિષ્ય સેવા આપશે
ઈન્ડિયાના ન્યુરો સ્પાઈનર સર્જન એસોસીએશનની કોર કમીટીમાં પ્રેસીડન્ટનો સરતાજ મેળવીને ડો. મોઢાએ તેમના ગુરૂને ગુરૂદક્ષિણા આપી છે. આ કમીટીમાં ૪૦ વર્ષ સુધી ડો. પી.એસ.રામાણી કે જે દેશના ટોપમોસ્ટ ન્યુરો સર્જન છે. તેઓ આ પદ પર બિરાજી રહ્યા હતા. તેમના પ્રથમ શિષ્ય એટલે ડો. પ્રકાશ મોઢા. ડો. મોઢાના અનુભવો અને આવડતને નીરખીને ડો. રામાણીએ તેમના શિષ્ય પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.


ડો. મોઢા અને ડો. પૂજારીએ મણકાના ફ્રેકચરમાં સ્ક્રૂ દ્રારા સારવારને શકય બનાવી, રાજકોટના તબીબી ક્ષેત્રની સફળતા
આજકાલની મુલાકાતમાં ડો. પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, મુંબઈની જાણીતી કુપર હોસ્પિટલ ખાતે પ્રથમ વખત રાજકોટના તબીબો દ્રારા ગરદનના મણકાના ફ્રેકચરમાં સ્ક્રુ દ્રારા કેવી રીતે સારવાર થઈ શકે ? તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૪૦૦ જેટલા ન્યુરો સર્જને હાજરી આપી હતી. જેમાં ડો. પ્રકાશ મોઢા અને ડો. વિક્રાંત પુજારીએ કેડેવર ડીસ્કેશન સર્જરી કરી તબીબી જગત માટે આર્ય સર્જયું હતું. આ સફળતાએ રાજકોટમાં તબીબી ક્ષેત્ર માટે ગૌરવ મેળવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application