રાજકોટ : વયોવૃદ્ધ માતાની જમીન અને મકાન પરત સોંપવાના મામલે પુત્ર વિક્રમ સોનારાનું નિવેદન, "મારી માતાને રૂપિયા જ જોઈએ છે, 3-4 વખત મારા પર હુમલો કરાવ્યો છે, હું હવે કાયદાકીય લડત લડીશ"

  • February 16, 2023 07:54 PM 

રાજકોટના ખંઢેરી ગામના રાઈબેન સોનારાએ પુત્ર સામે અરજી કરી હતી. જેમાં રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીએ આ બાબતે હુકમ કર્યો છે. વિધવા વૃદ્ધાને મકાન અને 5 એકર જમીન પરત આપવાનું પ્રાંત અધિકારીએ ઠરાવ કર્યો છે. માતા ને પ્રતિમાસ 8 હજાર ભરણ પોષણ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. આ બાબતે મહિલાના પૂત્ર વિક્રમ સોનારાએ નિવેદન આપ્યું છે. પુત્ર વિક્રમ સોનારાએ જણાવ્યું હતું કે, માતા અને પુત્રવધુ સાથે બોલાચાલી થતા માતા જતા રહ્યા હતા. મેં મારી માતાને 7 લાખ ખોરાકીના  આપ્યા હતા. મારા માતાને રૂપિયા જ જોઈતા હતા. તેમજ મારા પર 3 થી 4 વખત હુમલો પણ કરાવ્યો હતો. હું પ્રાંત અધિકારીના હુકમ સામે કાયદાકીય લડત લડીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application