રાજકોટ : લુખ્ખાઓએ નજીવી બાબતે વૃદ્ધ સાથે કરી મારપીટ, વાઈરલ થયો વિડીયો

  • February 07, 2024 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ ફરી રાજકોટના ધમધમતા વિસ્તાર એવા યાગ્નિક રોડ પર મારામારીના દ્રશ્યો સર્જાયા છે, આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કેટલાક યુવાનો એક વૃદ્ધને મારા મારતા દેખાઈ રહ્યા છે.
​​​​​​​

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના સમયે શહેરના યાગ્નિક રોડ પર ધનરાજની કોમ્પ્લેક્સ નજીક નજીવી બાબતે કેટલાક યુવાનોએ એક વૃદ્ધ સાથે મારામારી કરી હતી. સૂત્રો મુજબ ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે કેલાક લુખ્ખા તત્વોએ વૃદ્ધ સાથે ખરાબ વર્તન કરી ગાળો ભાંડી અને એટલામાં વાત પૂરી ન કરતા યુવકોએ તેમને મારવાનું શરુ કર્યું હતું. બાદમાં આસપાસના લોકો આવી જતા આવારાતત્વોને અટકાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application