રાજકોટમાં ભરચોમાસે જેટ પેચરથી ખાડા બુરાશે

  • June 30, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં પણ હવે અમદાવાદ અને સુરતની જેમ ભર ચોમાસે જેટ પેચરથી ડામર રોડ ઉપરના ખાડા બુરાશે. હાલમાં વરસાદ વરસ્યા બાદ ચાર દિવસ સુધી રાહ જોવી પડે છે ત્યાર પછી ગાબડાં બુરી શકાય છે પરંતુ હવે વરસાદના વિરામ બાદ તુરતં જ ખાડા બુરી શકાશે. ભેજ યુકત રોડ ઉપર પણ તુરતં જ પેચ વર્ક થશે. જેટ પેચરથી ખાડા બુરવામાં સૌપ્રથમ ટ્રક માઉન્ટેનથી એર પ્રેશર આપી રોડ સાફ કરાય છે અને બાદમાં મશીનમાંથી ડામરનું તૈયાર મિશ્રણ ઠાલવી ખાડામાં બુરાણ કરવામાં આવે છે.





વિશેષમાં આ અંગે મેયર ડો.પ્રદીપભાઇ ડવએ જણાવ્યું હતું કે દર ચોમાસે રસ્તા ઉપરના ખાડાના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તેમજ અકસ્માતો સર્જાવાની શકયતા રહેતી હોય છે. ખાસ કરીને વરસાદ વિરામ લ્યે ત્યારબાદ ચાર દિવસ વિતી જાય પછી જ ડામરકામ અને પેચવર્ક થઇ શકે છે. આ પરિસ્થિતિ નિવારવા અને તત્કાલ ખાડાનું બુરાણ થઇ શકે તે માટે જેટ પેચર મશીનથી ખાડા બુરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે, ટેન્ડર પ્રક્રિયામાં કદાચ એકાદ મહિનો થશે પરંતુ હાલ ચોમાસામાં પૂર્વ મંજુરીની અપેક્ષાએ કામ શ કરાશે.




યારે ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે જેટ પેચરએ એક ટ્રક માઉન્ટેન મશીન છે જે રીતે હાલમાં સ્વીપર મશીનથી રોડની અને ડિવાઇડરની સફાઈ થાય છે તેવી જ રીતે જેટ પેચર મશીનથી ડામર રોડ ઉપરના ખાડા બુરાશે. તાજેતરમાં આ મશીનની ટ્રાયલ રન લેવાઇ હતી જેમાં
એઇમ્સ રોડ, માધાપર અને જામનગર રોડ ઉપરના ખાડાનું બુરાણ કરાયું હતું અને પ્રથમ દર્શનીય રીતે પરિણામ સાં જોવા મળ્યું હતું. આ કામ કોન્ટ્રાકટ બેઝથી કરાશે જેમાં મશીન, મટીરીયલ અને લેબર કોન્ટ્રાકટર એજન્સીના રહેશે. ટ્રક માઉન્ટેનથી એર પ્રેશર આપી રોડ સાફ કરાશે અને મશીનમાંથી ડામરનું તૈયાર મિશ્રણ ઠાલવી ખાડા બુરાશે. આ પધ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે જેટ ઝડપે ખાડાનું બુરાણ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application