બહારનું ખાતા પહેલા ચેતજો...રાજકોટમાં પટેલ ડાઇનિંગ હોલમાંથી 3 કિલો વાસી શાકભાજી અને પટેલ ફાસ્ટફૂડમાંથી 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો

  • March 18, 2025 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ પર બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલ પટેલ ડાઈનિંગ હોલમાં તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 3 કિલો વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. 


પટેલ ફાસ્ટફૂડમાંથી 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો
આ જ વિસ્તારમાં આવેલ પટેલ ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મયોનીઝ, ફેટ્સ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજિત 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.


ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 5 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.  


ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત
1. બાલાજી પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
૨. દેવાહી જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
3. રાધે ડ્રાયફ્રૂટ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
4. હેલ્ધી મેડીસીન્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
5. બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
6. મોમાઈ સુપર માર્કેટ
7. જય ચામુંડા ફરસાણ 
8. ચાકૂ'સ કિચન 
9. શ્રી યમુનાજી સુપર માર્કેટ 
10. મહેશ પ્રોવિઝન સ્ટોર 
11. જય જલારામ ફરસાણ 
12. કિટૂ'સ કેક શોપ 
13. યમુનાજી જનરલ સ્ટોર 
14. એમ. એમ. નમકીન 
15. તીરૂપતિ ડેરી ફાર્મ 
16. ગાયત્રી ડેરી ફાર્મ 
17. ડોલી અમૂલ પાર્લર 
18. ખોડિયાર જનરલ સ્ટોર 
19. શાયોના જનરલ સ્ટોર 
20. એ. બી. બેકરીની ચકાસણી કરવામાં આવેલ.  

નમુનાની કામગીરી

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે પનીર તથા પનીર એનાલોગની ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કુલ 12 નમૂના લેવામાં આવેલ   
  
1. દૂધ મસ્તી મલાઈ પનીર (1 KG PKD): સ્થળ- બંસી ફૂડ પ્રોડક્ટસ, પ્લોટ નં.09, સર્વે નં.239, એમટેક ઇન્વેસ્ટમેન્ટની બાજુમાં, સ્માર્ટ દાળની પાછળ, ગોંડલ રોડ, કોઠારીયા ગામ, રાજકોટ. 

2. પનીર (લુઝ): સ્થળ- બંસી ફૂડ પ્રોડક્ટસ, પ્લોટ નં.09, સર્વે નં.239, એમટેક ઇન્વેસ્ટમેન્ટની બાજુમાં, સ્માર્ટ દાળની પાછળ, ગોંડલ રોડ, કોઠારીયા ગામ, રાજકોટ. 

3. પનીર (લુઝ): સ્થળ- ફોર્ચ્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ, 1/4 લાતીપ્લોટ, પુનિત ધરઘંટી પાસે, રાજકોટ. 

4. પનીર (લુઝ): સ્થળ- શ્રી રામ ડેરી ફાર્મ, 3- સોમનાથ સોસાયટી, શેરી નં.01, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. 

5. પનીર (લુઝ): સ્થળ- આસ્થા એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.05, શોપ નં.06, ન્યુ અંબિકા પાર્ક, શ્યામલ વર્ટીકલ સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ. 

6. પનીર (લુઝ): સ્થળ- L & G FOODZ (અમ્રિતસરી હાટી), શુભમ મેડિકલ સામે, નાના મવા રોડ, શાસ્ત્રીનગર પાસે, રાજકોટ. 

7. પુરીકા મલાઈ પનીર (200 GM PKD.): સ્થળ- આસ્થા એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.05, શોપ નં.06, ન્યુ અંબિકા પાર્ક, સાધુવાસવાણી રોડ, રાજકોટ. 

8. નોન બ્રાન્ડ એનાલોગ પનીર (FROM1 KG PKD.): સ્થળ- ફોર્ચ્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ, 1/4 લાતીપ્લોટ, પુનિત ધરઘંટી પાસે, રાજકોટ. 

9. સાવરિયા ડેરી કોન્ટેક્સ્ટ એનાલોગ મિડીયમ ફેટ પનીર એનાલોગ (FROM 4 KG PKD): સ્થળ- શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદ શેરી નં.09, કોઠારીયા રોડ, રાજકોટ. 

10. પનીર (લુઝ): સ્થળ- અજેન્દ્ર ડેરી ફાર્મ, 8- સોરઠિયાવાડી, કોઠારીયા રોડ, રાજકોટ. 

11. શ્રીજી ફૂડ્સ એનાલોગ પનીર (FROM 4 KG PKD.): સ્થળ- શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદ શેરી નં.09, કોઠારીયા રોડ, રાજકોટ. 

12. પનીર (લૂઝ): સ્થળ- વૃંદાવન ડેરી ફાર્મ, 8- સોરઠિયાવાડી, કોઠારીયા રોડ, રાજકોટ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application