અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાંથી મળી આવેલા 100 કરોડ રૂપિયાના સોના અને લાખો રૂપિયાની રોકડના મામલે તપાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ફ્લેટમાંથી જપ્ત કરાયેલા 87.9 કિલો સોનાના જથ્થામાંથી 57 કિલો સોનું વિદેશથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સોનું દાણચોરીના માર્ગેથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે.
આ ઉપરાંત, ફ્લેટમાંથી 19.6 કિલોની સોનાની જ્વેલરી, 11 મોંઘી લક્ઝરી ઘડિયાળો અને 1.37 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ હાલમાં ફ્લેટ ભાડે રાખનાર મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહની સઘન શોધખોળ કરી રહી છે.
ગુજરાત એટીએસ (ATS) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે ત્રણ દિવસ સુધી સતત વોચ રાખ્યા બાદ આ કાર્યવાહી કરી હતી. આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી હતી, પરંતુ શરૂઆતમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી ન હતી. જો કે, એજન્સીઓને ચોક્કસ માહિતી મળી હતી કે ફ્લેટમાં કંઈક અસામાન્ય છે. આ માહિતીના આધારે જ એજન્સીઓએ 104 નંબરના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો અને કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રકમ જપ્ત કરી હતી.
આ ખુલાસા બાદ તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દાણચોરીનું નેટવર્ક કેટલું મોટું છે અને અન્ય કોણ કોણ આમાં સામેલ છે. મેઘ શાહ અને તેના પિતાની ધરપકડ બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ બનાવથી અમદાવાદમાં સોનાની દાણચોરીનું એક મોટું રેકેટ સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસફેદ કે પીળું માખણ... પરાઠા સાથે ખાવા માટે કયુ વધુ ફાયદાકારક?
March 19, 2025 04:49 PMજામનગર : ફલાય ઓવરનું કામ જૂનમાં પૂર્ણ: રેલ્વે જમીન આપશે તો અંબર ચોકડીનો સ્લોપ બનશે
March 19, 2025 04:46 PMપહેલા સનસ્ક્રીન લગાવવું કે મોઇશ્ચરાઇઝર? જાણી લો સાચી રીત
March 19, 2025 04:29 PMટ્રકનું ટાયર ફાટતા દંપત્તિ ઈજાગ્રસ્ત
March 19, 2025 04:18 PMદેવગાણા ગામે શિક્ષકે નજીવી બાબતે વિદ્યાર્થીને માર મારતા સારવાર હેઠળ
March 19, 2025 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech