રાજકોટ શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર ઇલ્યાસખાન પઠાણ તથા તેના પુર આસીફની ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબારથી હત્યા કરવાના 10 વર્ષ પહેલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ અદાલતે બે આરોપી અબ્બાસ અનવરભાઇ કચરા અને સાજીદ હુશેનભાઇ કચરાને એક સપ્તાહ અગાઉ દોષિત જાહેર કર્યા હતા. આજે બંનેની સજા જાહેર કરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ બંને આરોપીને 5.50-5.50 લાખનો દંડ ફટકાર્યો છે.
ઘરમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો
આ કેસની હકિકત મુજબ રૈયા રોડ પર સુભાષનગર શેરી નં.9માં રહેતા ઇલ્યાસખાન પઠાણના ઘરમાં ૨૨ ઓગષ્ટ, ૨૦૧પના શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ઘૂસી ગયેલા કચરા પરિવારના સભ્યોએ અંધાધૂંધ ગોળીબાર ઉપરાંત છરી, ધોકાથી હૂમલો કર્યો હતો. કચરા પરિવાર અને પઠાણ પરિવાર વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં ભાજપ અગ્રણી અને હજ કમિટીના નેશનલ સભ્ય ઇલ્યાસખાન પઠાણ તથા તેના પુત્ર આસીફને ગંભીર ઇજા થઇ હતી. મોટા પુત્ર આરીફને પણ છરીના ઘા મરાયા હોવાથી ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામા પક્ષે અબ્બાસ અનવભાઇ કચરાને પણ ગંભીર ઇજા થઇ હતી. હુમલામાં ઘવાયેલા લઘુમતી આગેવાન ઇલ્યાસખાન અને તેના પુત્ર આસિફની સારવાર કારગત ન નિવડતા બંનેના મૃત્યુ થતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો.
છ શખ્સો વિરૂધ્ધ ડબલ મર્ડર ગુનો નોંધાવ્યો હતો
પોલીસે સ્થળ પરથી રિવોલ્વર, પિસ્ટલ, છરી, ધોકો, બાઇક અને ફૂટેલા કારતૂસના ખોખા કબ્જે કર્યા હતા. આ બનાવમાં ઇલ્યાસખાનના પુત્ર આરીફે જે તે વખતે ફરિયાદમાં અબ્બાસ અનવરભાઇ કચરા અને સાજીદ ઉર્ફે મોહસીન હુશેનભાઇ કચરા સહિત પાંચથી છ શખ્સો વિરૂધ્ધ ડબલ મર્ડર તેમજ હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો હતો, તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
12 માર્ચે બંને આરોપીને દોષિત ઠેરવ્યા હતા
આ કેસ તાજેતરમાં જ ચાલવા ઉપર આવ્યો હતો, તેમાં અદાલતે બે આરોપી અબ્બાસ અનવરભાઇ કચરા તથા સાજીદ હુશેનભાઇ કચરાને હત્યાના ગૂનામાં તા.12 માર્ચ બુધવારના રોજ તકસીરવાર ઠેરવી આજે સજા સંભળાવી હતી. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. ચેતનભાઇ શાહ (અમદાવાદ) અને તેના મદદનીશ એડવોકેટ હિરેન પટેલ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્રના ચાર શહેરોમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનો યુનિવર્સિટીએ કર્યો પ્રારંભ
March 20, 2025 09:46 AMસુરતથી ફેન્ટાનાઇલ ડ્રગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: વિદેશની કંપનીઓ સાથે કનેક્શન
March 20, 2025 09:46 AMગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech