રાજકોટ રંગીલું કે નશીલું? મહિલા સહિત ૬૫ નશાની હાલતમાં ઝડપાયા

  • February 27, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લુખ્ખાગીરીના બનાવો અટકાવવા પોલીસ કમિશનરના આદેશથી ડીસીબી, એસ.ઓ.જી, અને સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફની અલગ અલગ નવ ટીમો બનાવી ચેકિંગ ડ્રાઈવ: નંબર પ્લેટ વગરના સહિત ૪૫ વાહન ડીટેઇન: છરી–ધોકા સાથે ચાર પકડાયા




શહેરમાં તાજતેરમાં લુખ્ખાગીરીના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે.જાહેરમાં બર્થ ડે પાર્ટી મનાવવી, અટકવવા જતા પોલીસ સાથે માથાકૂટ કરવી,જાહેરમાં બખેડો કરી નિદોર્ષ નાગરિકના વાહનમાં તોડફોડ કરવી સહિતના બનાવોને લઇ પોલીસે હવે અસમાજિક તત્વો સામે લાલ આખં કરી હોય તેમ રાત્રીના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ ટીમોએ શહેરના મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર ચેકિંગ કાર્યવાહી કરી હતી.આ દરમિયાન પાલીસે બ્રેથ એનેલાઇઝરથી ૧૭૯ ને ચેક કર્યા હતા જેમાં મહિલા સહિત ૬૫ શખસો નશાની હાલતમાં ઝડપાયા હતાં.માત્ર મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર ચેકીંગ કરતા છતા આટલી મોટી સંખ્યામાં નશાખોરો ઝપટે ચડી ગયા છે.ત્યારે છાનાખૂણે રાજકોટમાં કેટલો દા પીવાતો હશે તે ચર્ચા જાગી છે.પોલીસે આ ડ્રાઇવ દરમિયાન ધોકા અને છરી સાથે બે–બે શખસોને ઝડપી લઇ તેની સામે કાર્યવાહી કરી હતી.એટલું જ નહીં આ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગરના સહિત ૬૫ વાહનો ડીટેઇન કરવમાં આવ્યા હતાં.





રવિવારે રાત્રિના પોલીસ કમિશનર રાજુભાર્ગવના આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફની અલગ અલગ નવ ટીમો બનાવી કે જેમાં ૧૦૦ થી વધુ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના કાફલા સાથે શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રેસકોસ રીંગરોડ,કોટેચા ચોક, ઇન્દિરા સર્કલ,રૈયા ચોકડી, મવડી ચોકડી સહિતના સ્થળોએ પોલીસે સઘન ચેકિંગ કાર્યવાહી કરી હતી.





પોલીસની આ ચેકિંગ કાર્યવાહી દરમિયાન પોલીસે નંબર પ્લેટ વગરના વાહનોને અટકાવી કેસ કર્યા હતા. ઉપરાંત કાળી ફિલ્મ લગાવનાર કારચાલકો પણ દંડાયા હતા. ટ્રાફિકને અડચણપ રાખેલા વાહનો અંગે વાહન ચાલકો સામે કેસ કર્યા હતા.





આ ઉપરાંત પોલીસે રાત્રિના ચેકિંગ દરમિયાન મહિલા સહિત ૫૬ નશાખોરોને ઝડપી લીધા હતા અને તેમની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ દ્રારા શહેરના મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર જ ચેકિંગ કરવામાં આવ્યું હોવાછતાં આટલી મોટી સંખ્યામાં રાત્રિના નશો કરી નીકળેલા શખસો ઝપટે ચડી ગયા હોય ત્યારે શહેરમાં રાત્રિના છાના ખૂણે કેટલા લોકો નિશાની હાલતમાં આટાફેરા કરતા હશે તેનો અંદાજ લગાવી શકાય છે. ત્યારે પોલીસ દ્રારા આવી ડ્રાઈવ નિયમિતપણે યોજાવી જોઈએ જેથી કરીને નશાકોરીના આ દુષણને ડામી શકાય ખાસ કરીને રાત્રિના મારામારી સહિતના બનાવવામાં મોટાભાગે બખેડો કરનાર નશાખોર હોવાનું સામે આવે છે માટે પોલીસ દ્રારા આ મામલે વધુ કડક કાર્યવાહી કરાઈ તે જરી છે.



ક્રાઇમ બ્રાંચની ટીમે રિક્ષામાં કયુ પેટ્રોલીંગ
ગઇકાલે ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ક્રાંઇમ બ્રાંચ પી.આઇ વાય.બી.જાડેજા તથા ટીમે રિક્ષામાં પેટ્રોલીંગ કયુ હતું.સામન્ય રીતે પીસીઆર વાનને જોઇને જ લુખ્ખા અને ટપોરીઓ સ્થિતિ પામી નાસી જતા હોય છે જેથી પોલીસે રિક્ષામાં પેટ્રોલીંગ કયુ હતું.અત્રે ઉલ્લખેનીય છે કે અગાઉ પોલીસે રિક્ષામાં જઇ લોહાપરમાં જુગારની મોટી રેડ કરી હતી.



પીધેલી હાલતમાં પોલીસની ઝપટે ચડેલા નશાખોરો
રવિવારે રાત્રિના ચેકિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે મહિલા સહિત ૫૮ નશાખોરોને ઝડપી લીધા હતા. જેમાં એ.ડિવિઝન પોલીસે રાકેશ હીરાભાઈ ગોહેલ, કિરણ ભુપતભાઈ વાઘેલા, હિતેશ રાણાભાઇ મોરી, ઇમરાન ઈકબાલભાઈ ટોયા, જાવેદ આરીફભાઈ કરવાણી, મયુર વિનોદભાઈ સાગઠીયા,સચિન હરસુખભાઈ ભોયજરીયાને ઝડપી લીધા હતા. યારે ભકિતનગર પોલીસે જયદીપ દિનેશભાઈ ત્રિવેદી, મહેશ નાનજીભાઈ પંચાલ, નરેશ જયંતીભાઈ પઢીયાર, રવિ મુકેશભાઈ દવે, કિશન કિશોરભાઈ દાવડા, કાનજી અમરશીભાઈ ચાવડા, સંદીપ પરસોતમભાઈ મોડીયા, ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઈ, બ્રિજેશ સુરેશભાઈ કિયાડા,દિલીપ પરમાર,ઉમેશ રમેશભાઈ ચિત્રોડા, થોરાળા પોલીસે અલ્પેશ ઠાકરશીભાઈ ઉમરેટીયા, કરણ શૈલેષભાઈ મેર, જુબેર લતીફભાઈ મકરાણી, ચિરાગ ભરતભાઈ માયાણી,જયદીપ મહાદેવભાઇ વામજા,રમજાન મહમદભાઈ રાઉમા,મનસુખ કિશોરભાઈ સરવૈયા, સુનિલ કાનાભાઈ સોલંકી, શૈલેષ ધીભાઈ ચાવડા, કિશન નટુભાઈ વ્યાસને ઝડપી લીધા હતા. પ્રધુમનનગર પોલીસે ચૈતન્ય ભરતભાઈ દવે, રાજુ રામજીભાઈ ઠાકોર, મોહિત ભરતભાઈ રાજાણી, સોનુ થોમસભાઈ યોર્જ, અશ્વિન ધીભાઈ મેર, કિશોર માવજીભાઈ કુડેચા, દિનેશ પલાલજી મીણા, સુશીલ જ્ઞાનસીંગ સિસોદિયા, સાગર રાયધનભાઈ ડાંગર, હેમાંગ રામભાઈ થાવરાણી, પ્રકાશ બીજલભાઇ વિસરીયા અને રેસકોર્સ રીંગરોડ પાસેથી એક મહિલા હિમાંશી સુશીલકુમાર ઠાકોરને નશાની હાલતમાં ઝડપી લીધી હતી. ગાંધીગ્રામ પોલીસે અર્જુન ભાવેશભાઈ કડીવાર, ભાવેશ અરજણભાઈ પરમાર, સરફરાજ યુસુફભાઈ શેખ, અર્જુન કાંતિભાઈ ભરાડીયા, રામ રત્નાભાઇ મીર,મદન શ્યામલાલ ડામોર, રોહિત રમેશભાઈ બુધદેવ, અદનાન હૈદરભાઈ મોગલ,બાબુ ભગાભાઈ ચૌહાણ, શકિત રામભાઈ નાયડુ, આકાશ અણભાઇ સોઢા, રમેશ દેવરાજભાઈ નાયડુને ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે નિતીન અમુભાઇ કુબાવત, વનરાજસિંહ રણછોડસિંહ સોલંકી, રિતેશ શરદભાઈ દવે, મયુર મનસુખભાઈ ચાવડા, સુનિલ વિનુભાઈ ચંદ્રપાલ અને ધવલ નાનજીભાઈ ગોહેલને ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application