રાજકોટમાં તથ્યવાળી થતાં સહેજમાં અટકી : બેકાબુ સ્કોર્પીયોએ વાહનોને કચડ્યા

  • August 21, 2023 03:06 PM 




રાજકોટમાં આજે રામાપીર ચોકડી નજીક બેકાબુ સ્કોર્પીયોએ વાહનોને કચડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં તથ્ય વાળી થતાં સહેજમાં અટકી છે. બેકાબુ સ્કોર્પીયોએ રેકડી, વાહનોને કચડયા હોવાનો બનાવ સામે અબાયો છે. મકાનની દીવાલ સાથે અથડાઇ હતી. જેને લઇને નાસભાગ મચી ગઇ હતી. બનાવને લઇને પોલીસ પણ ઘટનાસ્થળે દોડતી થઈ છે.

​​​​​​​રાજકોટમાં બેફામ સ્કોર્પિયો દ્વારા અકસ્માત મામલે એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. ૧૨.૩૦ વાગ્યે આ ઘટના બની છે. ગાડીમાં બે લોકો સવાર હતા. શાકભાજી લારી વાળાને ઈજા થઈ છે તેને સારવાર  અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાધે ફેશન નામની દુકાન પાસે કેવલે ગાડી રાખી હતી. મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરતા અચાનક ગાડી ચાલુ થઈ જતા અકસ્માત થયો છે. ૧૮ વર્ષની ઉંમર છે આરોપીની અને વધુ તપાસ ચાલુ છે. તમામ બાબતની અને CCTV તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application