રાજકોટ : સનાતન ધર્મ અને હિન્દુરાષ્ટ્રનો અર્થ સમજાવી બાબા બાગેશ્વરે હિન્દુઓને આપી માળા અને શસ્ત્ર સાથે રાખવાની સલાહ

  • June 01, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ બાબા બાગેશ્વર ગુજરાત પ્રવાસે છે. પાછલા દિવસોમાં બાબાએ સુરત અને અમદાવાદમાં દરબાર યોજ્યા છે. ત્યારે હવે આજે રાજકોટમાં બાબાનો દરબાર લાગવાનો છે. ગતરોજ બાબા હેલીકોપ્ટર મારફતે રાજકોટ આવ્યા હતા. ગઈકાલે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જૂનાગઢ ગયા અને ત્યાંથી સાંજે રાજકોટ પહોંચ્યા હતા.



ત્યારે આજે દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના કાલાવડ રોડ ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમના આગમન પર મંદિરના સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ બાદ બાબા બાગેશ્વરે મંદિરમાં દર્શન કરી ભગવાન નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો.



જ્યાં બાબાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને દિલ્હીમાં થોડા દિવસો પહેલા સાક્ષીની સરાજાહેર હત્યા પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું. આ બાદ તેમણે દરેક હિન્દુઓને હાથમાં માળા અને શસ્ત્ર રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત રાજકારણ પર પ્રશ્નો પુછાતા તેમણે રાજકીય બાબતો પર ચર્ચા ન કરતા હોવાનું કહ્યું છે.


VVIP દરબાર અંગે પણ બાબા બાગેશ્વરે સપ્ષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, પહેલા ક્યારેય મારો VIP કે VVIP દરબાર લાગ્યો નથી, અને લાગશે પણ નહી. આ પછી તેમણે સનાતન ધર્મનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, સનાતન ધર્મનો અર્થ છે આદિ, માનવસેવા, બધા ને પોતાનામાં સમેટવાનો ભાવ, ના ધર્મ કે ના જાતિના કારણે યુધ્ધ, સનાતનનો મતલબ છે બધાના હદયના ભાવને તૃપ્ત કરવું, સનાતન એટલે કે જે અંત સુધી રહે છે તે, સનાતન નો મતલબ જ છે રામ.

 

પાકિસ્તાનને હિંદુ રાષ્ટ્ર બનાવવના નિવેદન પર બાબાએ કહ્યું હતું કે, ભારત પહેલા હિંદુ રાષ્ટ્ર બની જાય પછી પાકિસ્તાન જઈશું. આ ઉપરાંત બાબાએ હિન્દુરાષ્ટ્રનો પણ મતલબ સમજાવ્યો હતો.



આજરોજ સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બગેશ્વારનો દિવ્ય દરબારમાં યોજાશે. ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી બાબાના ભક્તો ગતરાત્રીએથી જ રેસકોર્સ મેદાન ખાતે ઉમટી પડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application