'રાહુલનો ચહેરો બતાવવા લાયક નથી રહ્યો એટલે બેનને મોકલી દીધી', અનુરાગ ઠાકુરના કોંગ્રેસ પર આકરા પ્રહાર

  • June 12, 2023 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશના જબલપુરની મુલાકાતે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ 2018માં મધ્યપ્રદેશમાં જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી. અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં પોતાનો ચહેરો બતાવવા માટે લાયક રહ્યા નથી, એટલે તેમણે હવે તેમની બહેનને મોકલી છે.


કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહ્યું- “મમતા બેનર્જીના લોકો બંગાળને બાળી રહ્યા છે. બંગાળની પંચાયત ચૂંટણીમાં હિંસા થઈ રહી છે અને આ સ્થળની ઓળખ હિંસા અને ભ્રષ્ટાચારની બની ગઈ છે.

PM નરેન્દ્ર મોદીના વખાણ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. પીએમએ સફળ સરકાર આપી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું- “હિમાચલ પ્રદેશમાં આજથી 6 મહિના પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે તે ગાયનું છાણ 2 રૂપિયા પ્રતિ કિલો, દૂધ 100 રૂપિયાના ભાવે ખરીદશે, 300 યુનિટ વીજળી મફત આપશે. અને રૂ. 1500 બહેનોના ખાતામાં જશે. મારી બહેનોના ખાતામાં 1500 રૂપિયા આવ્યા? શું તમે 2 રૂપિયામાં ગાયનું છાણ ખરીદ્યું છે? શું તમે 100 રૂપિયાનું દૂધ ખરીદ્યું છે? શું તમારું વીજળીનું બિલ માફ કરવામાં આવ્યું છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application