રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસનો વિડીયો આવ્યો સામે, 22 મહિલા સંસદોએ અભદ્ર ચેનચાળા પર નોંધાવી ફરિયાદ

  • August 09, 2023 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
​​​​​​​
​​​​​​​


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા બાદ સંસદમાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનું સંબોધન પૂર્ણ કર્યા બાદ રાહુલ પણ ગૃહની બહાર નીકળી ગયા હતા. 


આ બાદ સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે કે, પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતા સમયે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને નિશાન બનાવીને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા. બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ પણ આ ઘટના અંગે સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે. લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારી પહેલા જેમને અહીં બોલવાનો મોકો મળ્યો તેમણે આજે અનાદર દર્શાવ્યો છે. ભાષણ પૂરું કર્યા પછી તેણે અભદ્ર વર્તન કર્યું. તેમણે સંસદમાં ફ્લાઈંગ કિસ આપી જેમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક મિસોગાયનિસ્ટ માણસ જ કરી શકે છે.

મણિપુરમાં હિંસાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની રાજનીતિએ માત્ર મણિપુરને જ માર્યું નથી, તેમની રાજનીતિએ મણિપુરમાં ભારતને માર્યું છે. ભારતની હત્યા કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જેમ મેં ભાષણની શરૂઆતમાં કહ્યું હતંં કે ભારત એક અવાજ છે, ભારત આપણા લોકોનો અવાજ છે, તે તેમના હૃદયનો અવાજ છે. તમે મણિપુરમાં તે અવાજને માર્યો, તેનો અર્થ એ કે તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે દેશભક્ત નથી પણ દેશદ્રોહી છો. તમે ભારત માતાના રક્ષક નથી, તમે ભારત માતાના હત્યારા છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application